Site icon Revoi.in

વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી શિખર સંમેલન યોજાયું, પીએમ મોદીએ સહભાગી બનીને વ્યક્ત કરી ખુશી

Social Share

નવી દિલ્હી: વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી પર એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત સહિત 80 દેશના નેતાઓએ ભાગ લીધો હતો.

આ શિખ સંમેલનમાં પીએમ મોદીએ પણ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આ શિખર સંમેલનમાં સહભાગી બનવાની ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બાઇડનના આમંત્રણ પર લોકશાહીના શિખર સંમેલનમાં ભાગ લઇને ખુશી થઇ. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સ્વરૂપે ભારત બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક સ્તરે લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે ભાગીદારો સાથે સંયુક્તપણે કામ કરવા માટે પ્રતિબદ્વ છે.

લોકતાંત્રિક મૂલ્યો પર ભારપૂર્વક વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઔદ્યોગિક કંપનીઓને લોકતાંત્રિક સમાજને સંરક્ષિત કરવામાં યોગદાન આપવું જોઇએ કારણ કે ઉદ્યોગોમાં લોકશાહીને સકારાત્મક અને નકારાત્મક રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા રહેલી છે. લોકશાહી પર આયોજીત શિખર સંમેલનને પીએમ મોદીએ સંબોધિત કર્યું હતું. લોકશાહીને વૈશ્વિક શાસન પ્રણાલીનું માર્ગદર્શન કરવું જોઇએ.

જો કે ગઇકાલે યોજાયેલા સંમેલનના મહત્વપૂર્ણ સત્રમાં અમેરિકાએ ચીન અને રશિયાને આમંત્રિત કર્યા ન હતા. જેને કારણે આ બંને દેશો નારાજ થયા હતા જ્યારે ભારતને આમંત્રિત કરાતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.