1. Home
  2. ગુજરાતી
  3. કચરાનો ઢગલો સમજતા હતા ત્યાં 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો, આ રીતે મળ્યો ખજાનો
કચરાનો ઢગલો સમજતા હતા ત્યાં 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો, આ રીતે મળ્યો ખજાનો

કચરાનો ઢગલો સમજતા હતા ત્યાં 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો, આ રીતે મળ્યો ખજાનો

0
Social Share
  • કચરાનો ઢગલો સમજતા હતા ત્યાંથી ખજાનો નીકળ્યો
  • 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો
  • આ રીતે મળી આવ્યો ખજાનો

નવી દિલ્હી: કેટલીકવાર અનેક જગ્યાએથી ખજાનો મળતો હોય છે. પુરાતત્વવિદોએ જમીનની નીચે છૂપાયેલા હજારો વર્ષ જૂના કિંમતી ખજાનાની શોધ કરી ચે. ડેનમાર્કના નિવાસી અને ખજાનાની શોધ કરનાર Ole Ginnerup Schytzની ટીમને સફળતા પ્રાપ્ત થઇ છે. વેજલે સંગ્રહાલયના પુરાતત્વવિદોએ સાઇટનું ખોદકામ કર્યું અને વાઇકિંગ યુગ પહેલાંની 22 અનમોલ જ્વેલરીની શોધ કરી છે.

આ અંગે ટ્રેજર હંટરે કહ્યું હતું કે, તેમણે પોતાના ગુડ લક એટલે કે સૌભાગ્યના લીધે આ ખજાનાને શોધી કાઢ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર Schtyz ડેનમાર્કના જેલિંગ સિટી સ્થિત પોતાના મિત્રના ફાર્મ હાઉસની જમીનને સ્કેન કરવા માટે મેટલ ડિટેક્ટર અને બાકી ઉપકરણો લઇને પહોંચ્યા હતા. તેમણે વિચાર્યું પણ ન હતું કે તેઓ અત્યારસુધીના સૌથી મોટા ખજાનાની શોધ કરવા માટે જઇ રહ્યા છે.

અનમોલ અને પ્રાચીન ખજાના બાદ તેમણે સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું ‘તે જગ્યાનો ભાગ કીચડથી ભરેલો હતો. મને લાગ્યું કે આ કોઇ કૈનનું ઢંકણ હશે અચાનક મને લાગ્યું કે તેને જોઇએ. પછી જે થયું તે આખી દુનિયા સમક્ષ છે.

જોકે Schytz મે તે વસ્તુ જોવા મળી તે કોઇ કચરાનું કવર નહી પરંતુ જમીનમાં દબાયેલ સોનાના 20 થી વધુ Viking Gold ના પીસ હતા. શોધકર્તાએ બે પાઉન્ડથી વધુથી વધુના સોનાના ખજાનાને ઉજાગર કરવામાં મદ કરી હતી. ટ્રેજર હંટરે એ પણ કહ્યું કે ડેનમાર્કનું ક્ષેત્રફળ 43,000 વર્ગ કિલોમીટર છે અને મેં ડિટેક્ટરને ઠીક તે જગ્યાએ પર રાખ્યું જ્યાં આ ખજાનો દટાયેલો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code