શું આ જગ્યા પર એલિયન આવ્યા હશે કે પછી કરાયું મિસાઈલ પરીક્ષણ, જમીનમાં ઊંડા ખાડા પડ્યા
– વિશ્વમાં અજીબોગરીબ ઘટનાઓ બનતી હોય છે
– હવે રશિયાના આર્કટિક વિસ્તારમાં જમીનમાં ઊંડા ખાડા પડયા
– રશિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું કે પછી આવ્યા એલિયન
વિશ્વમાં અજીબો-ગરીબ ઘટનાઓ બનતી રહે છે, આવી જ એક ઘટના રશિયાના આર્કટિક વિસ્તારમાં બની છે અહીંયા આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ કેટલાક ઊંડા ખાડા થઇ ગયા છે. જો કે આ ખાડા 165 જેટલા હોવાથી લોકો પણ જોઈને દંગ થઈ ગયા છે વૈજ્ઞાનિકો પણ પરેશાન છે.
વિસ્ફોટથી સર્જાયેલા આ ખાડાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, કોઈ કહે છે કે રશિયા એ અહીંયા મિસાઈલનું પરીક્ષણ કર્યું હશે તો, કોઈ કહે છે કે એલિયનનું સ્પેસશીપ અહીંથી નીકળ્યું હશે અને તેમણે હુમલો કર્યો હશે.
પરમાફ્રોસ્ટમાં ખોદકામ કરવું એ પથ્થર તોડવા જેવું હોય છે, આ માટે ઘણી વાર ભારે હથિયારની જરૂર હોય છે પરંતુ અહીંયાં એક વિસ્ફોટથી આટલા મોટા ખાડા પડી ગયા.
મૉસ્કો સ્થિત રશિયન ઑયર એન્ડ ગેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર વૈસિલી બોગોયાવલેન્સ્કીએ કહ્યુ કે આ ઘણો અદ્ભુત નજારો છે. જેમાં કેટલાક વૈજ્ઞાનિક જાણકારીઓ છુપાયેલી છે. જેને હજુ અમે જણાવી શકીશુ નહીં પરંતુ આ વિષય સમગ્ર દુનિયાને જાણ કરવા લાયક છે. અમે આની થ્રી-ડી ઈમેજ બનાવીને આનો અભ્યાસ કરીશુ.
નોંધનીય છે કે, છેલ્લા છ વર્ષમાં સાઈબેરિયા, રશિયાના આર્કટિક વિસ્તારમાં આવા 17 ખાડા જોવા મળ્યા છે જ્યારે આ વિસ્તાર પર્માફ્રૉસ્ટ કહેવાય છે. એટલે કે એવી ધરતી જ્યાંની માટી સતત ઓછામાં ઓછા બે વર્ષ સુધી શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાન પર રહી હોય.
(સંકેત)