ટ્રમ્પનો બાયડેન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – USએ અફઘાનિસ્તાનને આતંકીઓ હવાલે દઇ દીધુ છે
- ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન પર સાધ્યું નિશન
- બની શકે કાબૂલથી હજારો આતંકીઓને એરલિફ્ટ કરાયા હોય
- અમેરિકાએ અફઘાનિસ્તાનને આતંકીઓને હવાલે છોડી દીધુ છે
નવી દિલ્હી: યુએસમાં ટ્રમ્પે બાઇડેન સરકાર પર ફરીથી નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન પર આરોપ લગાવ્યા કે બની શકે કે રેસ્ક્યૂ પ્રક્રિયાના રૂપમાં કાબૂલથી હજારો આતંકીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હોય.
બાઇડેન સરકારની અફઘાનિસ્તાન પ્રત્યેની નીતિને લઇને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડેન પર પહેલા જ શાબ્દિક પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છેકે, બની શકે કે રેસ્ક્યૂ પ્રક્રિયાના રૂપમાં કાબૂલથી હજારો આતંકીઓ એરલિફ્ટ કરવામાં આવ્યા હોય અને અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા હોય.
ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, બાયડને અફઘાનિસ્તાનને આતંકીઓને હવાલે છોડી દીધુ છે અને ત્યાંથી અમેરિકી સૈન્ય હટાવીને હજારો અમેરિકનોને ત્યાં મરવા છોડી દીધા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઉમેર્યું હતું કે, હવે એવી પણ જાણકારી મળી રહી છે કે, અફઘાનિસ્તાનથી જે 26,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાંથી ફક્ત 4 હજાર જ અમેરિકન છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણે ફક્ત કલ્પના કરી શકીએ છીએ કે, અફઘાનિસ્તાનથી વિશ્વભરના પાડોશમાં અને કેટલા હજારો આતંકીઓને એરલિફ્ટ કરાયા છે. કેટલી ભયંકર નિષ્ફળતા છે તેની કોઇ તપાસ નથી.
બીજી તરફ તાલિબાને અમરેકિને ધમકી આપી છે કે, અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનથી અમેરિકી નાગરિકોને લઇ જવાન કાર્યવાહી માત્ર 31 ઑગસ્ટ સુધી જ થવી જોઇએ. અમેરિકા પણ 31 ઑગસ્ટ સુધી પોતાનું રેસ્ક્યૂ ઑપરેશન પુરું કરવાની યોજના બનાવી રહી છે.