નવી દિલ્હી: આજના સ્પર્ધાત્મક યુગમાં લોકો નોકરી મેળવવા માટે પહેલા ભણતર પાછળ અનેક વર્ષો સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, ભણતર બાદ નોકરીએ લાગીને અનેક અરમાનો પૂરા કરવાના સપના જુએ છે. લાખો રૂપિયા ભણતર પાછળ વાપર્યા પછી પણ જ્યારે નોકરી મળે છે ત્યારે વાસ્તવિક્તા એ સામે રહે છે કે 9 થી 12 કલાક નોકરી કરવા છતાં પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવક મળે છે.
ઇન્ટરવ્યૂને ક્રેક કરવા માટે લોકો રાત-દિવસ મહેનત કરે છે અને ત્યારબાદ જ્યારે નોકરી મળે ત્યારે 9 થી 12 કલાકની નોકરી કરવી પડે છે. વર્ષો સુધી દિવસ-રાત નોકરી કર્યા બાદ લોકો થાક અનુભવે છે અને બીજી નોકરી શોધે છે. જો કે અમે આજે આપને એવી નોકરી વિશે વાત કરવા જઇ રહ્યાં છે જે દરેક લોકોનું સપનું હોય શકે છે.
તમે જ્યારે કોઇ રેસ્ટોરામાં ડિનર માટે જાઓ છો તો ત્યાં તમે સ્વાદિષ્ટ અને ચટપટુ ભોજન ખાવાનું પસંદ કરો છો. ભોજન કર્યા બાદ લોકો ભોજન અંગેના રિવ્યૂ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. પરંતુ જો આ બધુ કરવા માટે તમને પૈસા આપવામાં આવશે તેવું કહેવામાં આવે તો?
ચોંકી ગયા ને?, જી હા, પરંતુ આ હકીકત છે. બ્રિટનની એક કંપની એક જાહેરાત બહાર પાડી છે. તે અનુસાર તે પોતાના કર્મચારીઓને ભોજન માટે પૈસા આપશે. બ્રિટનની આ કંપનીની જાહેરાત અનુસાર કર્મચારીઓએ ભોજન કેટલું સ્વાદિષ્ટ બન્યું છે તેની ચકાસણી કરવાની રહેશે. તે ઉપરાંત જો સ્વાદમાં કઇ કમી હોય તો તેને પૂરી કરવા માટે ઇનગ્રેડિઅન્ટ વિશે જણાવવાનું રહેશે.
આ કંપની ચિકન ડિપર્સ બનાવે છે અને તે ડિપર્સ વશે ક્રિસ્પ, ક્રંચ, સોસ વગેરે વસ્તુઓ વિશે જણાવવાનું રહેશે. કંપનીએ પોતાની વેબસાઇટ પર આ અંગેની જાણકારી પૂરી પાડી છે. અહીંયા ઇન્ટરવ્યૂ દરમિયાન પસંદગી પામેલા ઉમેદવારોને ચીફ ડિપિંગ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે.