પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા
- પાકિસ્તાને ફરીથી નાપાક હરકત દોહરાવી
- પાકિસ્તાનથી શંકાસ્પદ વસ્તુઓ ધરાવતા કન્ટેનર મોકલ્યા
- આ કન્ટેઇનર્સ ચીન જતા હોવાની આશંકા
નવી દિલ્હી: પાકિસ્તાન વારંવાર તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. હવે મુંદ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુંદ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા આ કન્ટેનર ચીન મોકલાઇ રહ્યા હતા. આ કન્ટેનરમાં પરમાણું હથિયાર બનાવવાનો કાચો જથ્થો હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 18 નવેમ્બરના રોજ જોઇન્ટ કસ્ટમ્સ અને ડીઆરઆઇ ટીમે મુંદ્રા પોર્ટ પરથી કેટલાક કન્ટેઇનર્સ પકડ્યા છે. આ સીઝ કરાયેલા કન્ટેઇનર્સમાં જોખમી અને અનક્લિયર્ડ માલ હતો, જ્યારે આ કાર્ગો બિન જોખમી વસ્તુઓના માલમાં લિસ્ટેડ થયેલો હતો. આ સીલ કરાયેલા કન્ટેઇનર્સ ક્લાસ 7માં જોખમી શ્રેણીમાં વર્ગીકૃત કરાયા હતા.
અહીંયા ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્ગો પાકિસ્તાનના કરાચીથી ચીનના શાંઘાઇના રૂટના હતા પરંતુ અહીં આવ્યા, આ કાર્ગો મુંદ્રા પોર્ટ કે ભારતના કોઇ પોર્ટ પરના ન હતા. સરકારી ઓથોરિટીએ આ કાર્ગોને ભારતમાં મુંદ્રા પોર્ટ પર વધારાની તપાસ માટે ઉતાર્યા. આ ઑપરેશનમાં સામેલ કસ્ટમ્સ, ડીઆરઆઇ અને તમામ આસિસ્ટન્ટે APSEZએ આભાર માન્યો હતો. તેમને આ રીતે એલર્ટ રહેવા અને ભારત માટે સુરક્ષા એક્શન લેવા માટે સેલ્યૂટ કરી હતી.