Site icon Revoi.in

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8નાં મોત, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

Social Share

નવી દિલ્હી: રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર આ અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલમાં બંધ કરીને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનાર, જ્યારે પરિસરમાં અંધાધૂંધ ગોળીબાર થયો ત્યારે લોકો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદીને ભાગવા લાગ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

જો કે, હજુ સુધી ગોળીબાર કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે તે અંગે જાણકારી નથી મળી તેવું યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું છે. હુમલાખોર પાસે અન્ય કોઇ હાનિકારક હથિયાર નથી. અમુક વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી દીધા છે. યુનિવર્સિટી ઑથોરિટી તરફથી તેમને કેમ્પસ ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પર્મ યુનિવર્સિટી રશિયાની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંથી એક છે. તેની સ્થાપના ઈ.સ. 1916માં કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી પર્મમાં સેન્ટ પીટસબર્ગ યુનિવર્સીટીની બ્રાન્ચ તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. રશિયાની સરકારે આર્થિક વિસ્તારની ભૌગોલિક અને સાંસ્કૃતિક રણનીતિને ધ્યાનમાં રાખીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.