- એલન મસ્ક વિશ્વની ભૂખ ખતમ કરવા તૈયાર
- UN ભૂખમરો કેવી રીતે સમાપ્ત કરશે તે જણાવે
- જો તે જણાવે તો તે ટેસ્લાના શેર્સ વેચવા માટે પણ તૈયાર
નવી દિલ્હી: વિશ્વભરના અનેક દેશોમાં હાલત ભૂખમરાને કારણે કફોડી બની છે ત્યારે હવે ભૂખમરાને દૂર કરવા માટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે પહેલ કરી છે. આ અંગે ટેસ્લા ચીફ એલન મસ્કનું કહેવું છે કે, જો સંયુક્ત રાષ્ટ્રના અધિકારી 6 અબજ ડૉલરથી વિશ્વની ભૂખ મટી શકે એ વાત સાબિત કરી બતાવે તો તેઓ પોતાના શેર્સ વેચવા માટે પણ તૈયાર છે.
હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીના ટ્વીટ પર તેઓએ ટ્વિટ કરી છે કે, જો WFP આ ટ્વીટર થ્રેડ પર જણાવી દીધું છે કે 6 અબજ ડૉલરથી વિશ્વની ભૂખ કેવી રીતે મટશે, તો હું અત્યારે જ ટેસ્લાનો સ્ટોક વેચી દઇશ.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીએ કહ્યું હતું કે, ટેસ્લા ચીફની કુલ મિલકતના માત્ર 2 ટકા રૂપિયા પણ વિશ્વની ભૂખ મટાડી શકે છે. એલન મસ્કની સંપત્તિ 300 અબજ ડૉલર કરતાં પણ વધારે છે ત્યાં બીજા સ્થાને જેફ બેઝોસની સંપત્તિ છે. તેઓ 195 અબજ ડૉલરના માલિક છે. આ બંને વિશ્વની ભૂખ મટાડી શકે છે. એલન પાસે સારી તક છે કે જેઓ માત્ર 6 અબજ ડૉલરથી વિશ્વની ભૂખ મટાડી શકે છે.
બેસ્લીએ પોતાના આ નિવેદનને ટ્વીટર પર પણ લખ્યુ, જેનો જવાબ આપતા ટેસ્લા ચીફે કહ્યુ કે તેઓ પોતાની મિલકતના બે ટકા એટલે કે છ અબજ ડોલર આપવા માટે તૈયાર છે. જોકે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ એ જણાવવુ પડશે કે આ રકમને દુનિયાની ભૂખ મટાડવા માટે કેવી રીતે ખર્ચ કરવાના છે. તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના ખર્ચને સાર્વજનિક કરવા જોઈએ.