નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક અનેક પ્રકારના નવા નવા સંશોધન પાછળ રોકાણ કરતા હોય છે અને અનેક પ્રોજેક્ટ લોંચ કરતા રહે છે. એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની ન્યૂરાલિંક એક વર્ષથી ઓછા સમયમાં એવી ચીપનું નિર્માણ કરશે જે મનુષ્યોના મગજમાં ફિટ કરવામાં આવશે. ન્યૂરાલિંકે એક એં ન્યૂરલ ઇન્પ્લાટ વિકસિત કર્યું છે જે કોઇ બહારના હાર્ડવેર વગર મગજની અંદર ચાલી રહેલી ગતિવિધિઓ વાયરલેસથી પ્રસારિત કરવા માટે સક્ષમ છે.
એલન મસ્કે તેની આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, તેમની કંપની ન્યૂરાલિંક એક વર્ષથી પણ ઓછા સમયમાં માનવ મસ્તિષ્કમાં ચિપ લગાવવા માટે તૈયાર હશે. ન્યૂરાલિંક વાનરોમાં સારી રીતે કામ કરી રહ્યું છે અને અમે તેના સાથે જોડાયેલા ઘણા બધા પરીક્ષણ કરી રહ્યાં છીએ. અમે એ વાત ભારપૂર્વક કહી રહ્યા છીએ કે તે ખૂબ જ ભરોસાપાત્ર અને સુરક્ષિત છે.
એલન મસ્કે વધુમાં ઉમેર્યું કે, અમારી ટેકનિકનો ઉપયોગ લોકો માટે વરદાનરૂપ સાબિત થશે. જે ટેટ્રાપ્લાઝિક, ક્વાડ્રીપ્લેઝીક જેવા કરોડરજ્જૂના હાડકાઓ જેવી મુશ્કેલી સામે ઝઝુમી રહ્યાં છે અને લાંબા સમયથી ખાટલામાં છે તે લોકો માટે લાભદાયી નિવડશે.
એફડીએ તરફથી આગામી વર્ષે આ ડિવાઇઝને મંજૂરી મળે તેવો આશાવાદ એલન મસ્કે વ્યક્ત કર્યો હતો.
એલન મસ્કે જણાવ્યું કે 9 એપ્રિલ, 2021એ ન્યૂરાલિંકે એક વાંદરામાં પોતાની બ્રેન ચિપ લગાવી હતી. જેના કારણે વાંદરો પોતાના મજનો ઉપયોગ કરી પોંગ રમત આરામથી રમી શક્યો. વાંદરાના દિમાગમાં ડિવાઈઝે રમત વખતે ન્યૂરોન્સ ફાયરિંગ વિશે જાણકારી આપી. જેના કારણે તે જાણી શક્યો કે રમત વખતે કઈ રીતે ચાલ રમવી છે.
મસ્ક અનુસાર ચિપ લગાવવા છતાં વાંદરો સામાન્ય લાગી રહ્યો હતો અને ટેલીપેથિક રૂપથી એક વીડિયો ગેમ રમી રહ્યો હતો. જે મને લાગે છે કે ખૂબ જ સારૂ છે. ન્યૂરાલિંક નાના લચીલા દોરાથી જોડાયેલી એક કોમ્પ્યુટર ચીપ હશે. જેને સિલાઈ-મશીન જેવા રોબોટથી મસ્તિષ્કમાં સિવવામાં આવે છે.