Site icon Revoi.in

પાકિસ્તાનની સમગ્ર ઇકોનોમી કરતાં પણ એલન મસ્કની સંપત્તિ વધારે, 300 અબજ ડૉલરને પાર

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ખસ્તાહાલ છે કે તેના કરતા તો ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્કની સંપત્તિ વધુ છે.

એલન મસ્ક ફરીથી હવે વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા છે. એલન મસ્કની સંપત્તિ હવે 300 અબજ ડૉલરને પાર થઇ ગઇ છે. તેમની સંપત્તિ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને પોર્ટુગલ જેવા દેશોની ઇકોનોમી કરતા પણ વધી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 10 અબજ ડૉલર એટલે કે 75000 કરોડ રૂપિયાનો ઉછાળો આવતા એલન મસ્કની સંપત્તિ 302 અબજ ડૉલર થઇ ચૂકી છે. વર્ષ 2021ના વર્ષમાં તેમની સંપત્તિમાં કુલ 132 અબજ ડૉલરનો ઉમેરો થયો છે. આ લિસ્ટમાં હવે બીજા ક્રમે એમેઝોનના સ્થાપક જેફ બેજોસ છે. બંને વચ્ચેની સંપત્તિમાં 103 અબજ ડોલરનુ અંતર છે.

વિશ્વના ધનિકોની યાદીમાં ભારતના મુકેશ અંબામી 11માં ક્રમે છે. તેમની સંપત્તિ 98.4 અબજ ડોલર છે. મુકેશ અંબાણી કરતા મસ્કની સંપત્તિ 3 ગણા કરતા પણ વધારે છે. બીજી તરફ ગૌતમ અદાણી આ લિસ્ટમાં 14માં સ્થાને છે.

મસ્કની કાર કંપની ટેસ્લાના શેર્સમાં આવેલી તેજીના ફળસ્વરૂપે મસ્કની સંપત્તિમાં વધારો થયો છે.