Site icon Revoi.in

ફ્રાંસની સરકારે મસ્જિદ સામે લીધા એક્શન, આ કારણોસર મસ્જિદ બંધ કરવાનો આપ્યો આદેશ

Social Share

નવી દિલ્હી: ફ્રાંસની સરકારે એક મહત્વનો નિર્ણય લેતા દેશના ઉત્તરી હિસ્સામાં સ્થિત એક મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મસ્જિદને બંધ કરવાનો આદેશ એ કારણોસર આપવામાં આવ્યો છે કે, મસ્જિદનો ઇમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો. અધિકારીઓએ આ સ્પષ્ટતા કરી હતી.

ફ્રાંસના પેરિસની ઉત્તરમાં 50,000ની જનસંખ્યા ધરાવતા શહેર બોવૈ ખાતે આ મસ્જિદ સ્થિત છે. સ્થાનિક પ્રશાસન અનુસાર મસ્જિદને 6 મહિના માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને કહ્યું કે, ઇમામના ઉપદેશ નફરત, હિંસા અને જિહાદની રક્ષા કરવા ઉશ્કેરે છે.

બીજી તરફ મસ્જિદમાં આશરે 400 લોકો ઈમામના અનુયાયી છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્માનિનને પણ મસ્જિદને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ત્યાંના ઈમામ પોતાના ઉપદેશોમાં ‘ઈસાઈઓ, સમલૈંગિકો અને યહૂદીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.’ ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આ અસ્વીકાર્ય છે.

કાયદાકીય રીતે મસ્જિદ પર કાર્યવાહી કરતા પહેલા સૂચનો એકત્ર કરવા માટે અધિકારીઓ બંધાયેલા હતા પરંતુ મંગળવારે જણાવાયું કે, મસ્જિદ હવે માત્ર 2 દિવસની અંદર જ બંધ થઇ જશે. આપને જણાવી દઇએ કે મસ્જિદના ઇમામે તાજેતરમાં જ ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો.