Site icon Revoi.in

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ, 500થી વધુ મકાનો, હોટલો બળીને ખાખ, ઇમરજન્સી જાહેર

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં વધુ એક આફતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ડેનવરમાં કોલોરાડોનો જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ વિકરાળ આગાની ઝપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર બળીને ખાક થઇ ગયા હતા. આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં 169 kphની ઝડપે પવન ફૂંકાયો હતો.

કોલોરાડોના જંગલમાં હવાની ગતિ ખૂબ જ ઝડપી હોવાને કારણે આગ પણ ઝડપી રીતે ફેલાઇ રહી છે. જો કે, અન્ય લોકોના જાનહાનિની શક્યતા નથી. જંગલની આગ જે 2.5 ચોરસ માઇલમાં ફેલાયેલી છે, તેણે વિસ્તારના ઘણા ભાગોને ધુમાડાથી ભરી દીધા છે અને આકાશ જ્વાળાઓ પણ જોવા મળી રહી છે.

ડેનવરના ઉત્તર પશ્વિમમાં આશરે 32 કિલોમીટર સ્થિત સુપિરિયરને ખાલી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે કોલોરાડોના જંગમાં આ આગ ફાટી નીકળી હતી. આ આગથી દાઝી ગયેલા છ લોકોન યુ સી હેલ્થ બ્રૂમિફિલ્ડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કોલોરાડોમાં વિજળી ગુલ થઇ ગઇ છે અને 53,500 લોકો અંધારપટમાં જીવવા માટે મજબૂર બન્યા છે. એકલા બોલ્ટર કાઉન્ટીમાં જ 18,791 લોકો અંધારામાં જીવી રહ્યા છે. આગને કારણે બોલ્ડર કાઉન્ટીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.