Site icon Revoi.in

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને કરી પુષ્ટિ

Social Share

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો સમગ્ર વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઇ ગયું છે. આ વેરિએન્ટથી મોતનો વિશ્વનો પ્રથમ મામલો છે. ખુદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ વેરિએન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો.

બીજી તરફ, ઓમિક્રોનના 1500 થી વધુ કેસ આવ્યા બાદ બ્રિટન સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને તેના પ્રસારને રોકવા માટે ઇંગ્લેન્ડમાં 30 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તે માટે બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.

વૈજ્ઞાનિકોએ એવી પણ ચેતવણી આપી છે કે, બ્રિટનને જાન્યુઆરીથી ઓમિક્રોનમાંથી નીકળતી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે. એક વિશ્લેષણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં હાલમાં જે દરે ચેપ વધી રહ્યો છે તેના પરિણામે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થશે.