વિદેશમંત્રી એસ.જયશંકરે ઇઝરાયલના રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સાથે કરી બેઠક, અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
- વિદેશમંત્રી એસ.જયશંકરે ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
- તે ઉપરાંત ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે પણ મુલાકાત કરી
- આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ઇઝરાયલના 5 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે આજે ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગ અને વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે મુલાકાત કરી છે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપરાંત કેટલાક વૈશ્વિક સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ બેઠક રાષ્ટ્રપત્તિના સત્તાવાર નિવાસસ્થાન બેઇટ હનાસીમાં થઇ હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયના નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ હર્જોગે ઇઝરાયલન સાથે સંબંધોને વધુ ધનિષ્ઠ બનાવવા પીએમ મોદી, વિદેશ મંત્રી જયશંકર અને બીજા મંત્રીઓને ધન્યવાદ આપ્યા.
Thank Prime Minister @naftalibennett for receiving me today. Conveyed the greetings of PM @narendramodi.
A warm and rich discussion on realizing the full potential of our strategic partnership. PM Bennett’s purposeful and focused approach to it was deeply encouraging. pic.twitter.com/5Hz0mT42z9
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 20, 2021
આ બેઠક દરમિયાન ઇઝરાયેલ અને ભારત જે વિવિધ ક્ષેત્રોમાં આગેકૂચ કરી રહ્યા છે તેની હર્ઝોગે પ્રશંસા કરી હતી. આગામી વર્ષે ભારત અન ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ છે.
આ બેઠક અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ હર્જોગ સાથે તેમની મુલાકાત એક સન્માનની વાત છે. જેમ જેમ અમે અમારા સંબંધોની પ્રગતિની 30મી વર્ષગાંઠની નજીક આવી રહ્યાં છે તેમ તેમ હું ભારતના લોકો અને સરકારને શુભેચ્છા આપું છું.