Site icon Revoi.in

હૈતીમાં શક્તિશાળી ભૂકંપનો પ્રકોપ, 304 લોકોનાં મોત, 1800થી વધુ ઇજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: દક્ષિણ પશ્વિમ હૈતીમાં પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીંયા શનિવારે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપા આવ્યો હતો જેના કારણે અનેક ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હતી અને અત્યારસુદીમાં ઓછામાં ઓછા 304 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઓછામાં ઓછા 1800 લોક ઘાયલ થયા છે. અનેક લોકો રસ્તા પર આવી ગયા છે.

શનિવારે આવેલા શક્તિશાળી ભૂકંપથી અનેક શહેરો સંપૂર્ણ તબાહ થઇ ચૂક્યા છે તથા ભૂસ્ખલન થવાથી ભૂકંપના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલા 2 સમુદાયો વચ્ચેનું બચાવ અભિયાન પણ પ્રભાવિત થયું છે. કોરોનાના મારથી હજુ પણ બહાર નહીં આવેલા હૈતીના લોકોનું સંકટ વધ્યું છે. દેશના રાષ્ટ્રપતિની હત્યા અને વ્યાપક ગરીબીના કારણે રાષ્ટ્ર સંકટમાં છે.

ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી આશરે 125 કિમીના અંતરે છે. આગામી સપ્તાહની શરૂઆતમાં સંકટમાં વધારો થઈ શકે છે કારણ કે, ગ્રેસ વાવાઝોડું સોમવારે કે મંગળવારે હૈતી પહોંચી શકે છે. ભૂકંપ બાદ આખો દિવસ અને રાતે આંચકા અનુભવાયા હતા. બેઘર થઈ ગયેલા લોકો અને જે લોકોના ઘર પડવાની તૈયારીમાં છે તે સૌએ ખુલ્લામાં રસ્તા પર રાત વિતાવી હતી.

વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું કે, જ્યાં શહેર તબાહ થઈ ગયું છે અને હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે ત્યાં મદદ મોકલવામાં આવી રહી છે. હૈતીની નાગરિક સુરક્ષા એજન્સીના ડિરેક્ટર જૈરી ચાંડલરે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા 304 નોંધાઈ છે અને દેશના દક્ષિણ ક્ષેત્રમાં સૌથી વધારે લોકોના મોત થયા છે.