Site icon Revoi.in

વિશ્વમાં અહીંયા મળે છે સૌથી મોંઘુ પાણી, કિંમત જાણીને તમે ચોંકી જશે

Social Share

નવી દિલ્હી: પાણી જીવન છે. પાણી વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જો કે કેટલીક જગ્યાએ પાણી એટલુ મોંઘુ વેચાઇ રહ્યું છે કે જેનાથી તમારી તરસ છીપાશે નહીં, પરંતુ ખિસ્સા ચોક્કસપણે ખાલી થઇ જશે.

પહેલાના સમયમાં કોઇપણ ખર્ચ વગર પાણી મળતું હતું, જો કે હવે પાણી બોટલોમાં વેચાય છે. અનેકવિધ દેશોમાં અલગ અલગ ભાવથી પાણી વેચાય છે. આજે અમે આપને વિશ્વમાં પાણીની એવી બ્રાન્ડ્સથી માહિતગાર કરીશું જેમનું પાણી સૌથી મોંઘુ છે.

વિશ્વનું સૌથી મોઘું પાણી એક્વા ડી ક્રિસ્ટાલો ટ્રિબ્યુટો મોડિગલિયાની છે. તેની 750 મિલી બોટલની કિંમત 6000 ડૉલર એટલે કે 43 લાખ રૂપિયા છે. આ પાણી ફીજી અને ફ્રાન્સના કુદરતી ઝરણામાંથી આવે છે. તેની બોટલ પણ 24 કેરેટ સોનાની બનેલી છે.

હવાઇયન ટાપુમાંથી આવતું કોના નિગારી પાણી હવાઇનું છે અને પ્લાસ્ટિકની બોટલોમાં વેચાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા ઉપરાંત વજન ઘટાડવા માટે પણ થાય છે. આ પાણી અન્ય પાણીની તુલનામાં ખૂબ જ ઝડપથી હાઇડ્રેટ કરે છે. તેની 750 MLની કિંમત 29306 રૂપિયા છે.

ફ્લિકો જ્વેલ પાણી એક જાપાનીઝ વોટર બ્રાન્ડ છે. તે સ્વરોવસ્કી ક્રિસ્ટલથી સજાવી રહ્યો છે. બજારમાં આ બોટલની મર્યાદિક આવૃત્તિઓ છે. આ બોટલ સોનેરી તાજથી પણ ઢંકાયેલી છે. આ પાણી ઓસાકા નજીક રોકો પર્વતમાંથી આવે છે. આ પાણી ગ્રેનાઇટ દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અન તેમાં ઑક્સિજન ઘણો હોય છે. આ પાણીની કિંમત 750 MLના 15 હજાર રૂપિયાથી વધુ છે.

અમેરિકાનું બ્લીંગ H20 પાણી પણ મોંઘુ છે. તેને 9 પગલાંમાં શુદ્વિકરણ કરવામાં આવે છે. આ બોટલની સજાવટ બ્લીંગથી કરવામાં આવે છે. તેની 750 ml બોટલની કિંમત અંદાજે 3000 રૂપિયા છે.