Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં બેંકોમાં રોકડ ખૂટી પડી, ATM બહાર લાંબી કતારો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવા જઇ રહી છે પરંતુ બીજી તરફ પોતાના જ લોકોને ભૂખ્યા રાખી રહ્યું છે. હકીકતમાં, કાબૂલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઇ ગઇ છે. લોકોને જીવનનિર્વાહ માટે ઉધારીનો સહારો લેવો પડી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં હવે મર્યાદિત પૈસા નીકળી રહ્યા છે પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ન્યૂ કાબૂલ બેંક સામે લોકોએ પૈસા માટે નારા લગાવ્યા છે. જેમાં બેંકના કર્મીઓ પણ સામેલ છે. આ કર્મચારીઓ અનુસાર છેલ્લા 6 મહિનાથી તેઓને પગાર મળ્યો નથી.

ATM મશીન કામ તો કરી રહ્યા છે પણ દર 24 કલાકમાં લગભગ 200 ડૉલર સુધીની રકમ નીકાળી શકાય છે. આ કારણોસર એટીએમ આગળ લાંબી કતારો લાગી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ ચેતવણી આપી છે કે, અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિનું સંકટ ઉપસ્થિત થઇ શકે છે. જો કોઇ પગલાં નહીં લેવાય તો સ્થિતિ નિયંત્રણ બહાર થઇ શકે છે.

બીજી તરફ તાલિબાનની ખોફથી ડરેલા હજારો અફઘાનીઓ દેશ છોડીને ભાગવા માટે કાબૂલ એરપોર્ટ પર ભીડમાં એકત્રિત થયા છે. એરપોર્ટની બહાર જોવા મળી રહેલી ભીડમાં જો કોઇને પાણીની એક બોટલ લેવી હોય તો તેના માટે 40 અમેરિકન ડૉલર એટલે કે આશરે 3000 રૂપિયા ખર્ચવા પડશે. એક પ્લેટ ભાત એટલે કે આશરે 7500 રૂપિયામાં મળી રહી છે.