- એમપીઆરઓ મોલિક્યૂલ મહત્વની ભૂમિકા ભજવશે
- વાયરસની એક એવા રુપની પણ ઓળખ થઈ છે.
- વાયરના નવા રુપને ટાર્ગેટ કરી કોરોનાથી છુટકારો મેળવી શકાય છે
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેમજ સંશોધનકર્તાઓ કોરોના વેક્સીન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે બાઇપોલર ડિસઓર્ડર માટે વપરાશમાં લેવાતી દવે એબસેલેન (Ebselen) કોરોનાના સંક્રમણને રોકવામાં સક્ષમ જોવા મળી છે. કોરોનાની સારવાર માટેનો માર્ગ હવે મોકળો બન્યો છે.
વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં શોધ્યું હતું કે એબસેલેન દવા મોલિક્યૂલને નિશાનો બનાવી વાયરસને ફેલાતો અટકાવવા માટે સક્ષમ છે. અન્ય બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી આ દવાના અનેક ક્લીનિકલ ટ્રાયલમાં સલામત જોવા મળી છે.
એબસેલેન દવા નવા રૂપે ઉપયોગમાં લેવાનો માર્ગ મોકળો બન્યો છે. વાયરસની એક એવા રૂપની પણ ઓળખ થઇ છે જેને ટાર્ગેટ કરીને કોરોનાથી છૂટકારો મેળવી શકાય છે.
મહત્વનું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને હાલમાં સારવાર માટે રેમડેસિવીર, એન્ટિવાયરલ દવા ફેવિપિરાવિર, ડેક્સામેથાસોન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન સહિતની દવા આપવામાં આવે છે.
(સંકેત)