પાક.ને નાપાક હરકત ભારે પડી, ભારતીય સૈન્યની ધમકી બાદ સરહદે બાંધકામ અટકાવવું પડ્યું
નવી દિલ્હી: આતંકવાદીઓનું આશ્રયદાતા એવું પાકિસ્તાન વારંવાર કોઇને કોઇ નાપાક હરકતો દોહરાવતું હોય છે અને ઉશ્કેરણીજનક હરકતોને અંજામ આપતું હોય છે. આવી જ એક હરકત પાકિસ્તાને કરી હતી અને જમ્મૂ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં પાક. સરહદે ટીટવાલ સેક્ટરમાં LOC પર પાકિસ્તાની રેંજરો દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય સૈન્યને તેની બાતમી મળતા સેનાએ તેનો વિરોધ કર્યો હતો. ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા બાદ પાકિસ્તાને બાંધકામ બંધ કરી દેવું પડ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે, બાંધકામની માહિતી મળતા જ ભારતીય સૈન્યએ લાઉડ સ્પીકરની મદદથી પાકિસ્તાની રેંજર્સને આ બાંધકામ તાત્કાલીક બંધ કરાવવા કહ્યું હતું. જેને પગલે હાલ તેનું કામ સ્થિગત થયું છે. જે સ્થળે આ બાંધકામ થઇ રહ્યું હતું તે સ્થળ સરહદના 500 મિટરના અંતરે આવેલું છે. ત્યાં પરવાનગી વગર કોઇપણ દેશ કામકાજ ના કરી શકે જ્યારે પાકિસ્તાને આ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું.
ભારત જે રીતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યું છે અને અનેક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પણ ભારતની નકલ કરી રહ્યું છે અને હવે પાકિસ્તાને બાબર ક્રૂઝ મિઝાઇલનું પરીક્ષણ કર્યું હતું. ભારતની બ્રહ્મોસ મિસાઇલને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.
બીજી તરફ જો બન્ને મિસાઇલોની સરખામણી કરવામાં આવે તો તેમાં પાકિસ્તાનની બાબર ક્રૂઝ મિસાઇલ ઘણી જ નબળી સાબિત થઇ રહી છે.