Site icon Revoi.in

UNSCના મંચ પરથી ભારતનો તાલિબાનને કડક સંદેશ, કહ્યું જે વાયદા આપ્યા તેનું સન્માન કરો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં જોવા મળી રહેલી સ્થિતિથી ભારત ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ હજુ પણ નાજુક છે. તેમણે કહ્યું કે, એક પાડોશી હોવાના કારણે અને તે દેશના લોકોના દોસ્ત હોવાના કારણે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિથી ચિંતા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અફઘાન બાળકોના સપના સાકાર કરવા અને અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરવાની છે. અમે તાત્કાલીક માનવીય સહાયતા કરવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં એક એવી વ્યવસ્થાનું આહ્વાન કરે છે જેમાં તમામ વર્ગોના પ્રતિનિધિત્વ છે. એક એવી સરકાર છે જે આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા અને વૈધતા મળે.

તિરુમૂર્તિએ કાબૂલ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે જણાવ્યું હતું કે, ગત મહિને જે હુમલો થયો છે તે દર્શાવે છે કે આતંકવાદ અફઘાનિસ્તાન માટે ગંભીર ખતરો છે. આવશ્યક છે કે આતંકની વિરુદ્વ જે કમિટમેન્ટ કર્યા છે તેનું સન્માન કરો અને તેનું પાલન કરો.

તેમણે કહ્યું તે તાલિબાને કહ્યું છે કે અફઘાન કોઈ રોકટોક વગર પ્રવાસ કરી શકાશે. અમને આશા છે કે આનું પાલન કરવામાં આવશે અને અફઘાનો ઉપરાંત જે બીજા વિદેશી નાગરિકો છે એ પણ સુરક્ષિત પ્રવાસ કરી શકશે.