Site icon Revoi.in

પાકિસ્તાન ખાતે આતંકવાદ વિરોધી અભ્યાસ યોજાશે, ભારત પણ તેમાં ભાગ લેશે

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાન ખાતે 3 ઑક્ટોબરના રોજ શાંઘાઇ સહયોગ સંગઠન યોજાશે. તેમાં આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત પણ સહભાગી બનશે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 સદસ્યની એક ટીમ પાકિસ્તાન જશે. પાકિસ્તાનના નૌશેરા જીલ્લાના પબ્બી ખાતે 3 ઑક્ટોબરના રોજ SCO રીજનલ એન્ટી ટેરરિઝમ સ્ટ્રક્ચરની આગેવાનીમાં આ આતંકવાદ વિરોધી એક્સરસાઇઝ આયોજીત કરવામાં આવી રહી છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય છે કે, SCO સદસ્ય દેસો વચ્ચે આતંકવાદના વિરોધમાં આંતરિક સહયોગ વધે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અભ્યાસમાં પોતાની ભાગીદારીની પૃષ્ટિ કરનારો ભારત અંતિમ દેશ હતો તથા તેમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના અધિકારીઓ દ્વારા પ્રતિનિધિત્વ કરશે. આ મહિનાની શરૂઆતમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ઓરેનબર્ગ ક્ષેત્રમાં એક બહુરાષ્ટ્ર આતંકવાદરોધી અભ્યાસ જોવા માટે રૂસનો પ્રવાસ ખેડ્યો હતો.

થોડાક સમય પહેલા જ પીએમ મોદીએ શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમેલનને સંબોધિત કરીને કટ્ટરપંથ અને ઉગ્રવાદ વિરુદ્વ લડવા માટે આહ્વાન કર્યું હતું.

એસસીઓમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિજિસ્તાન, તાઝિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ સંગઠનનો ઉદ્દેશ્ય નસ્લીય અને ધાર્મિક ચરમપંથનો સામનો કરવાનો અને વ્યાપાર-રોકાણ વધારવાનો છે.