- બંગાળની ખાડીમાં ક્વાડ દેશોની ડ્રિલ
- અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથેની ફ્રાંસીસી નૌસેના અભ્યાસમાં ભાગ લઇ રહી છે
- આ યુદ્વાભ્યાસને 18મી શતાબ્દીના ફ્રાંસીસી નૌસેના અધિકારીના નામ પરથી લા પેરૉસ નામ અપાયું
નવી દિલ્હી: ચીન ધુંઆપુંઆ થયું છે. હકીકતમાં, માલાબાર બાદ પ્રથમ વખત ક્વાડ દેશો ફ્રાંસના નેતૃત્વમાં બંગાળની ખાડીમાં યુદ્વાભ્યાસ કરી રહ્યા છે. ભારતીય નૌસેના 5 થી 7 એપ્રિલ સુધી પૂર્વીય હિંદ મહાસાગરમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથેની ફ્રાંસીસી નૌસેના અભ્યાસમાં ભાગ લઇ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ યુદ્વાભ્યાસને 18મી શતાબ્દીના ફ્રાંસીસી નૌસેના અધિકારીના નામ પરથી લા પેરૉસ નામ આપવામાં આવ્યું છે. હાલ હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધી રહેલી ચીનની આક્રમકતા વચ્ચે આ યુદ્વાભ્યાસને જ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન પણ અત્યારે આ સમગ્ર અભ્યાસ પર નજર રાખી રહ્યું છે.
ભારતીય નૌસેનાનું જહાજ INS સતપુડા (એક ઈન્ટીગ્રહ હેલિકોપ્ટર સાથે) અને પી 8I લોન્ગ રેન્જ મૈરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ સાથે આઈએનએસ કિલ્તાન પહેલી વખત બહુપક્ષીય સામુદ્રિક અભ્યાસ લા પેરૉસમાં ભાગ લઈ રહ્યું છે. ભારતીય નૌસેનાના જહાજ અને વિમાન ફ્રાંસની નૌસેના (એફએન), રોયલ ઓસ્ટ્રેલિયન નેવી (આરએએન), જાપાન મૈરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (જેએમએસડીએફ) અને અમેરિકી નૌસેના (યુએસએન)ના જહાજ અને વિમાન 3 દિવસના સમુદ્રી અભ્યાસમાં હિસ્સો લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, ક્વાડ એ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન દેશોનું સમૂહ છે. જેનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં લોકશાહી દેશોના હિતોની રક્ષા કરવાનો અને વૈશ્વિક પડકારોનો સમાધાન કરવાનો છે.
(સંકેત)