- ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતીય સેના બનશે વધુ મજબૂત
- ભારત-રશિયા વચ્ચે AK-47 203 રાઇફલ્સને લઇને થયો સોદો
- શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન થઇ આ સહમતિ
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારત પોતાની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ જ દિશામાં હવે ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સમજૂતિ થઇ છે. ભારત અને રશિયા વચ્ચે AK-47 203 રાઇફલ્સને લઇને સોદો ફાઇનલ થયો છે. અહીંયા વિશેષ વાત એ છે કે આ રાઇફલ્સ ભારતમાં તૈયાર થશે. AK-47 203 અને AK-47 રાઇફલનું સૌથી અત્યાધુનિક વર્ઝન માનવામાં આવે છે.
રશિયામાં ચાલી રહેલા શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન આ સહમતિ થઇ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હાલમાં રશિયાના 3 દિવસના પ્રવાસ પર છે.
ભારતીય સેનામાં INSASનો ઉપયોગ વર્ષ 1996થી ચાલી રહ્યો છે. જો કે તેમાં હિમાલયની ઊંચાઇ પર જેમિંગ અને મેગજીનની ક્રેક જેવી સમસ્યાઓ સર્જાવા લાગી હતી. ભારતીય સેનાને અંદાજે 7 લાખથી વધુ એકે-47 203 રાઇફલ્સની આવશ્યકતા છે. જેમાંથી 1 લાખ રાઇફલ આયાત કરવામાં આવશે. તે સિવાયની રાઇફલ્સનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવશે.
રાઇફલ્સનું ભારતમાં નિર્માણ ઇન્ડો રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઓપરેશન હેઠળ થશે. આ ઓર્ડનેંસ ફેક્ટી બોર્ડ અને કાલાશ્રિકોવ કંસર્ન અને રોસોબોરોન અક્સપોર્ટની વચ્ચે ડીલ થઇ હતી.
રાઇફલની કિંમત 1100 ડોલર
રશિયા દ્વારા નિર્મિત AK-203 રાઇફલની દુનિયાની સૌથી અત્યાધુનિક અને ઘાતક રાઇફલમાંથી એક છે. એક રાઇફલની કિંમત 1100 ડોલર હોઇ શકે. એકે-203 હળવી અને નાની છે અને તેને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવી પણ આસાન છે. તેમાં 7.62 એમએમની ગોળીઓનો ઉપયોગ થાય છે.
1 મિનિટમાં 600 ગોળીઓ નીકળે છે
આ રાઇફલની વિશેષતા એ છે કે 1 મિનિટમાં તેમાંથી 600 ગોળીઓ કે એક સેકન્ડમાં 10 ગોળી મારી શકાય છે. આ ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બંને મોડમાં ઉપયોગ કરી શકાય છે. તેની મારક ક્ષમતા 400 મીટર છે. આ રાઇફલ પૂરી રીતે લોડ કર્યા પછી કુલ 4 કિલોગ્રામ જેવું વજન થાય છે.
(સંકેત)