- આંતરરાષ્ટ્રીય મુસાફરો આનંદો
- 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે
- કોવિડ પ્રકોપ હળવો થતા લેવાયો નિર્ણય
નવી દિલ્હી: કોવિડ-19 રોગચાળાને કારણે અત્યારસુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી. હવે ભારતમાં 15 ડિસેમ્બરની નિયમિતપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ જશે. અગાઉ નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને ખૂબ જ જલ્દી જ સામાન્ય કરવાની આશા છે.
આપને જણાવી દઇએ કે કોવિડ-19 મહામારીને કારણે ગત વર્ષે માર્ચ બાદથી ભારતમાં આવનાર અને અહીંથી જનાર આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાન સેવાઓ બંધ હતી. તાજેતરમાં જ આ પ્રતિબંધ વધારવામાં આવ્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય ઉડાનોને સંચાલન માટે 25થી વધુ દેશો સાથે એર બબલ કરાર કર્યો છે. આ કરાર બે દેશો વચ્ચેની ઉડાન સેવાઓને ફરીથી શરૂ કરવાની એક અસ્થાયી વ્યવસ્થા છે.
અત્રે જણાવવાનું કે, ગત સપ્તાહે જ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને શરૂ કરવાની પ્રક્રિયાનું નિરિક્ષણ કરી રહી છે અને તેમણે કહ્યું કે સરકાર વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતા સેવાઓને સામાન્ય કરવા માંગે છે. અમે વિશ્વના નાગરિક વિમાનન ક્ષેત્રને પોતાનું મુકામ ફરી સ્થાપિત કરવા તેમજ ભારતમાં હબ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.