1. Home
  2. ગુજરાતી
  3. સિદ્વિ: 5 વર્ષની ભારતીય બાળકીએ માત્ર 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સિદ્વિ: 5 વર્ષની ભારતીય બાળકીએ માત્ર 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સિદ્વિ: 5 વર્ષની ભારતીય બાળકીએ માત્ર 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

0
Social Share
  • યુએઇમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની કિયારા કૌરે બનાવ્યો રેકોર્ડ
  • તેણે 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જ્યો
  • ગિનિસ બૂક ઑફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યું

નવી દિલ્હી: વિશ્વમાં અમુક બાળકો જન્મજાત જ પ્રતિભાસંપન્ન અને અનેક વિસ્મયકારક ખૂબીઓ અને ખાસિયતો ધરાવતા હોય છે.

આવી જ એક પાંચ વર્ષની બાળકી છે કિયારા કૌર. યુએઇમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની પાંચ વર્ષની બાળકી કિયારા કૌર આવા જ બાળકોમાંની એક છે. તેણે 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ગત 13 ફેબ્રુઆરીએ તેણે એક પછી એક પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું અને માત્ર 105 મિનિટમાં નવો રેકોર્ડ બનાવી દીધો હતો. જેના પગલે હવે ગિનિસ બૂક ઑફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રારંભથી જ વાંચવાનો શોખ ધરાવતી કિયારા જ્યારે અબુધાબીમાં નર્સરીમાં હતી ત્યારે જ એક શિક્ષકે તેની પ્રતિભાની ઓળખ કરી હતી. એ પછી લોકડાઉન લાગૂ થયું હતું અને સ્કૂલ બંધ થઇ ગઇ હતી. કિયારાનું માતા પિતાનું કહેવું છે કે, તેને પુસ્તકો વાંચવા ગમે છે.

નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં તે 200 પુસ્તકો વાંચી ચુકી છે. કિયારાના માતા પિતા મૂળે ચેન્નાઈના રહેવાસી છે.એ પછી તેઓ અમેરિકા ગયા હતા.કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો.હાલમાં તે માતા પિતા સાથે યુએઈમાં રહે છે.તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code