Site icon Revoi.in

યુએસમાં ભારતીયોનો દબદબો, વધુ એક ભારતીય મૂળના અમેરિકન બાઇડનની પર્સનલ ઓફિસના ઇન્ચાર્જ બન્યા

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં વર્ષોથી ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે અને હવે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં વધુ એક ભારતીય મૂળના અમેરિકનને સ્થાન મળ્યું છે. પ્રેસિડેન્ટ જો બાઇડને તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.

બાઇડને પોતાની પર્સનલ ઓફિસમાં ભારતીય મૂળના ગૌતમ રામઘવનની નિયુક્તિ કરી છે. આ ઓફિસને વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઑફિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું કામ વ્હાઇટ હાઉસમાં નવી નિમણૂંકો સાથે સંકળાયેલી જવાબદારીઓ પર ધ્યાન આપવાનું છે.

ગૌતમ રાઘવન અત્યાર સુધી આ કાર્યાલયના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. બાઈડને કહ્યુ હતુ કે, મને ગૌતમની નિમણૂંક કાર્યાલયના પ્રમુખ તરીકે કરતા ખુશી થઈ રહી છે.

ગૌતમ રાઘવનના બેકગ્રાઉન્ડ પર નજર કરીએ તો તેમનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમના માતા પિતા સાથે અમેરિકા તેઓ સ્થાયી થયા હતા. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી છે અને એક પુસ્તકનું પણ સંપાદન કર્યું છે.

અહીંયા નવાઇ પમાડે તેવી વાત એ છે કે, તેઓ એક સમલૈંગિક છે અને પોતાના પતિ તેમજ પુત્રી સાથે વોશિંગ્ટનમાં રહે છે.