વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો યથાવત્, હવે આ ભારતીય ટેસ્લાના યુનિટમાં બન્યા હેડ
- વિશ્વ ફલક પર કંપનીઓમાં ભારતીયોનો દબદબો યથાવત્
- ટેલ્સાની ઓટોપાયલટ એન્જિનિયરિંગના હેડ તરીકે ભારતીય મૂળના અશોક એલ્લૂસ્વામી
- ખુદ એલન મસ્કે ટ્વિટથી આપી જાણકારી
નવી દિલ્હી: વિશ્વ ફલક પર મોટી કંપનીઓમાં ભારતીયોનો દબદબો હજુ પણ યથાવત્ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટેસ્લાના સ્થાપક અને સીઇઓ એલન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીના ઓટોપાયલટ ટીમ માટે ભારતીય મૂળના અશોક એલ્લૂસ્વામીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ખુદ એલન મસ્કે ખુલાસો કર્યો છે કે, અશોક મારી ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીની ઓટપાયલટ ટીમ માટે નિયુક્ત થયેલા પ્રથમ કર્મચારી છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન અશોક એલ્લૂસ્વામી વિશે વાત કરતા મસ્કે કહ્યું કે, અશોક ઓટોપાયલટ એન્જિનિયરિંગના હેડ છે. મસ્કે કહ્યું કે, Andrej AIના નિર્દેશક છે. લોકો મોટા ભાગે મને વધુ શ્રેય આપે છે. અને Andrejને વધારે શ્રેય આપે છે. Tesla Autopilot AI ટીમ ખૂબ જ પ્રતિભાશાળી છે. વિશ્વના સૌથી સ્માર્ટ લોકોમાંથી અમુક તેમનો ભાગ છે.
આપને જણાવી દઇએ કે ટેસ્લામાં જોડાયા પહેલા અશોક એલ્લૂસ્વામી ફોક્સવેગન ઇલેક્ટ્રોનિક રિસર્ચ લેબ અને વેબકો વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ સાથે જોડાયેલા છે. તેમણે ચેન્નાઇના College of Engineering Guindyથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી અને કોર્નેગી મેલો વિશ્વવિદ્યાલયથી રોબોટિક્સ ડેવલપમેન્ટમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
વર્ષ 2016ના જૂન મહિના દરમિયાન તેઓ સીનિયર સોફ્ટવેર એન્જિનિયર બન્યા. ત્યારબાદ સપ્ટેમ્બર 2017માં તે સીનિયર સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર અને મે 2019માં ઓટોપાયલટ સોફ્ટવેરના ડાયરેક્ટર બન્યા. આ રીતે અશોક ટેસ્લા સાથે છેલ્લા 8 વર્ષ 1 મહિનાથી જોડાયેલા છે.