વર્ષ 2024માં હું ચૂંટણી લડીશ તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારા સાથીદાર હશે: યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેન
નવી દિલ્હી: વિશ્વના મહાસત્તા એવા અમેરિકાની બાઇડેન સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. સરકારને એક વર્ષ પૂર્ણ કરવા પર તેમણે કહ્યું કે, જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. બાઇડને કમલા હેરિસની કાર્યશૈલીની સરાહના કરી હતી અને તેમના સમર્થનની પણ વાત કરી હતી.
બાઇડને કમલા હેરિસની સરાહના કરતા કહ્યું કે, હું કમલા હેરિસ સાથે કામ કરીને ખૂબ જ આનંદિત છું. મેં તેને નંબર 2ની ભૂમિકામાં મૂક્યા છે અને તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ અશ્વેત એશિયન મહિલા છે.
સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિને આગામી ચૂંટણી લડવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે, હું આ વિશે વિચારતો નથી. ન તો મેં આ વિશે વાત કરી છે. જો કે, અગાઉ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો બાઇડને કમલા હેરિસનો મત આપવાના અધિકારનો બચાવ કરતા કહ્યું કે, મેં પોતે જ તેમને જવાબદારી આપી છે, મને લાગે છે કે તે ખૂબ જ સારું કામ કરી રહી છે.
અત્રે જણાવવાનું કે, કમલા હેરિસનો જન્મ ઓકલેન્ડમાં તેમજ ઉછેર તથા શિક્ષણ બાર્કલીમાં થયો હતો. કમલાની માતા ભારતની હતી જ્યારે તેના પિતા જમૈકાના નાગરિક હતા. વર્ષ 2017માં કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે ચૂંટાયા હતા. કમલા હેરિસ 2019ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડેનની સાથી હતી. ઓગસ્ટ, 2019માં ડેમોક્રેટ પ્રમુખપદના ઉમેદવાર જો બાઇડેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને ચૂંટ્યા અને બાદમાં બાઇડેન ચૂંટણી જીત્યા હતા.