Site icon Revoi.in

યુકેએ મુસાફરી નિયમો કર્યા હળવા, યુકે જતા ભારતીયોએ 10 દિવસ ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

Social Share

નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે હવે હળવો થતો જણાઇ રહ્યો છે. યુકે આજથી તેના પ્રવાસ પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે સરળ હવાઇ મુસાફરીના માર્ગો આજથી ખુલી ગયા છે. પ્રવાસના નિયમોમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ નવા નિયમો હેઠળ, કોવિશિલ્ડ કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારા લોકોને હવે યુકેમાં 10 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે નહીં.

પ્રાપ્ત વિગતો અનુસાર, જે નવા મુસાફરી નિયમો જારી કરવામાં આવ્યા છે તે અનુસાર જો તમે ફુલ્લી વેક્સિનેટેડ હોય તો તમારે યુકેની મુસાફરી કરતા એક દિવસ પહેલા 2 કોવિડ 19 પરીક્ષણો બૂક કરવાની અને ચૂકવણી કરવાની જરૂર પડશે, જે તમારા આવ્યા પછી કરવામાં આવશે.

આ અંગે ભારતમાં બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે કહ્યું હતું કે, કોવિશિલ્ડ અથવા યુકે દ્વારા મંજૂર કરવામાં આવેલી અન્ય કોઇ રસી સાથે જો રસી આપવામાં આવે તો યુકેના ભારતીય પ્રવાસીઓને 11 ઑક્ટોબરથી અલગ રાખવાની જરૂર રહેશે નહીં.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોરોના રોગચાળાના કારણે મુસાફરી પ્રતિંબધોના કેટલાક નિયમોને કારણે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો હતો. જો કે, બાદમાં ભારતના દબાણ હેઠળ બ્રિટને તના પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યો હતો.