Site icon Revoi.in

ભારતની પ્રથમ વર્લ્ડકપ ટ્રોફીનું અધધ…કિંમતે વેચાણ, કિંમત જાણીને ચોંકી જશો

Social Share

નવી દિલ્હી: ભારતની વર્ષ 1983 વર્લ્ડ કપ ટ્રોફીનું વેચાણ થયું છે. એહસાન મોરાવેઝ નામની વ્યક્તિએ ભારતની વર્ષ 1983 વર્લ્ડ કપ ટ્રોફી ખરીદી છે. આ ટ્રોફી ચાંદીમાં બનાવેલી છે. હીરા ઉપરાંત તેમાં અનેક કિંમતી પથ્થરો પણ જડિત છે. તે ઉપરાંત, વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓના સહી કરેલ ટી-શર્ટની પણ હરાજી થઇ હતી. તે ટીશર્ટ 5 હજાર ડૉલરની કિંમતે વેચાઇ હતી. ભારતની પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી લગભગ 82 લાખમાં વેચાઇ હતી.

બીજી તરફ દિગ્ગજ શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરનના બોલની પણ લાખો રૂપિયામાં હરાજી થઇ હતી. આ બોલને દહમ અરંગલાએ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. વર્ષ 2016માં વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝ ટીમનું બેટ પણ હરાજીમાં વેચાયું હતું. આ બેટ પર કેરેબિયન ટીમના ખેલાડીઓ સહી કરી હતી.

આપને જણાવી દઇએ કે ક્રિકફ્લિક્સ એ એક મંચ છે જ્યાં ઐતિહાસિક ક્ષણોને લગતી વસ્તુઓને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ વસ્તુઓના બાદમાં વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા વાસ્તવિક જેવી જ બનાવાયા છે. આ NFTના લાખો ચાહકોને ડિજીટલ સ્વરૂપમાં સંગ્રહ કરવાની તક પૂરી પાડે છે.

નોંધનીય છે કે, BCCIએ આગામી ટી 20 વિશ્વકપના ગ્રુપોની ICCએ જાહેરાત કરી છે. આ વખતે રસપ્રદ બાબત એ છે કે ICCએ જાહેર કરેલા ગ્રુપો અનુસાર ભારત અને પાકિસ્તાનને બંનેને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.