- અફઘાનિસ્તાન બાદ ઇરાનમાં પણ મહિલા વિરોધી પ્રતિબંધો
- ઇરાનમાં ટીવીમાં મહિલાઓને સેન્ડવીચ કે પીઝા ખાતી નહીં દર્શાવી શકાય
- તે ઉપરાંત મહિલાઓને લગતા કાર્યક્રમ પ્રસારિત કરવા માટે પરવાનગી લેવાની રહેશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જેમ તાલિબાની સરકારે મહિલાઓને લઇને કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે તે રીતે હવે ઇરાનમાં પણ મહિલાઓને લઇને કેટલાક નિયમો લાગૂ કરાયા છે. ઇરાનમાં ટીવી પ્રસારણ માટેના નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.
ઇરાનમાં નવા નિયમો અનુસાર મહિલાઓને ટીવી પર પિઝા કે સેન્ડવીચ ખાતી નહીં બતાવી શકાય તેમજ મહિલાઓ ટીવી પરના દ્રશ્યમાં લેધર ગ્લોવ્ઝ પણ નહીં પહેરી શકે.
ઇરાનમાં એવા અજીબોગરીબ નિયમો બનાવાયા છે કે હવે પુરુષોને મહિલાઓ ચા સર્વ કરતી પણ નહીં બતાવી શકાય. મહિલાઓ કોઇપણ પ્રકારનું લાલ રંગનું પીણુ પણ ટીવી પર પીતી નજરે નહીં પડે. હદ તો ત્યાં થઇ કે હવે ઘરમાં પુરુષો અને મહિલાઓ એક સાથે દેખાતા હોય તેવા દ્રશ્યો દર્શાવવા માટે પણ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાન બ્રોડકાસ્ટિંગની પરવાનગી લેવાની રહેશે.
ઇરાનમાં હવે નવા નિયમો લાગૂ થવાને કારણે ટીવી શોના પ્રોડ્યુસર હવે મહિલાઓને લઇને કોઇપણ શો માટે અચકાઇ રહ્યા છે.