ટ્વિટરે બાંગ્લાદેશમાં ઇસ્કોનનું ટ્વિટર એકાઉન્ટ કર્યું સસ્પેન્ડ, ઇસ્કોને કહ્યું – અમારો અવાજ દબાવ્યો
- બાંગ્લાદેશમાં ઇસ્કોનનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું
- ઇસ્કોને કહ્યું – ટ્વિટરે અમારો અવાજ દબાવ્યો છે
- ટ્વિટર અન્ય કેટલાક હિંદુ સંગઠનોના ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યા
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને અનેક ઇસ્કોન ભક્તોની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના બાદથી હિંદુ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઇસ્કોને હુમલા સામે દેખાવો કરીને દોષિતોની ધરપકડ કરવા માગણી કરી હતી. આ દરમિયાન ટ્વિટરે હવે બાંગ્લાદેશના ઇસ્કોન અને કેટલાક અન્ય હિંદુ સંગઠનોના ઇસ્કોન ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે.
ટ્વિટરની આ કાર્યવાહીથી કોલકાતાના ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ રાધા રમણ દાસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓએ અમારા ભક્તોને માર્યા અને બીજી તરફ ટ્વિટરે અમારો અવાજ રૂંધી નાખ્યો.
They killed our devotees.@Twitter killed our voice pic.twitter.com/iBSoGpOA1r
— Radharamn Das (@RadharamnDas) October 20, 2021
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્વ થઇ રહેલા અત્યાચાર, દમન અને હિંસાને લઇને સોશિયલ મીડિયા પર કેટલીક ભ્રામક, નકલી વીડિયો અને પોસ્ટ વાયરલ થઇ રહી છે જે પોલીસ પ્રશાસન માટે માથાનો દુખાવો બની છે. માલદા, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર, કૂચ બિહાર, બાંગ્લાદેશને અડીને આવેલા જીલ્લાઓમાં પોલીસે સતર્ક રહેવાની આવશ્યકતા છે. આવી કોઇપણ પોસ્ટથી સ્થિતિ વધુ તંગ ના બને તેની કાળજી રાખવી જરૂરી છે.
બાંગ્લાદેશના ઇસ્કોનના ટ્વીટર એકાઉન્ટ ઉપરાંત બાંગ્લાદેશની અનેક સંસ્થાઓના ટ્વીટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ટ્વિટર હેન્ડલને કારણે બાંગ્લાદેશમાં થઇ રહેલા નરસંહાર વિશે માહિતી મળી રહી હતી જે હવે બંધ થઇ ગઇ છે.
સમગ્ર દેશમાં આ હિંસા સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે તેવું ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધા રમણ દાસે કહ્યું હતું. અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયામાં પણ અનેક જગ્યાએ દેખાવો થઇ રહ્યાં છે.