Site icon Revoi.in

G-20 સમિટમાં ગ્લોબલ વોર્મિંગને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય

Social Share

નવી દિલ્હી: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સતત વધતા ગ્લોબલ વોર્મિંગને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જી 20 દેશો વચ્ચે વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા પર સહમતિ સધાઇ છે. જી 20 નેતાઓએ આ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે.

જી-20 શિખર સંમેલન દરમિયાન પ્રિન્સ ચાર્લ્સે કહ્યું હતું કે, સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રવિવારથી સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન એ ખરા અર્થમાં પૃથ્વીના સંરક્ષણ માટેની અંતિમ તક કહી શકાય. રોમમાં બેઠક કરી રહેલા જી 20 નેતાઓએ કહ્યું હતું કે, તેમની પાસે ભવિષ્યની પેઢીઓની જવાબદારી છે.

પર્યાવરણ સંરક્ષણના સમર્થક ચાર્લ્સે કહ્યુ- સરકારોએ નેતૃત્વકારી ભૂમિકા નિભાવવી જોઈએ પરંતુ અમે જે સમાધાન ઈચ્છીએ છીએ તેની ચાવી ખાનગી ક્ષેત્રની પાસે છે. ચાર્લ્સ ગ્લાસગો સીઓપી-20 સંમેલનમાં સોમવારે જી20 નેતાઓનું સ્વાગત કરવાના છે. તેમાં તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાજરી આપવાના હતા, પરંતુ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.

બીજી તરફ પીએમ મોદીએ જી 20 શિખર સંમેલનથી અલગ વિશ્વના અન્ય નેતાઓ સાથે અહીંયાના સુપ્રસિદ્વ ટ્રેવી ફાઉન્ટેનનો પ્રવાસ કર્યો હતો. આ ફુવારો ઇટલીમાં સૌથી વધુ જોવાતા સ્મારકોમાંથી એક છે અને પર્યટકો દ્વારા ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. ઐતિહાસિક ફુવારાએ ઘણા ફિલ્મકારોને આકર્ષિત કર્યા છે.

આ દરમિયાન જી 20 ઇટલીએ ટ્વિટ કરી હતી કે, G 20 પ્રતિનિધિમંડળના વડાઓએ G20 રોમ સમિટના બીજા દિવસની શરૂઆત ટ્રેવી ફાઉન્ટેનની મુલાકાત સાથે કરી, જે શહેરના એક આઇકોનિક સીમાચિહ્ન છે. જે વિશ્વના સૌથી સુંદર ફુવારામાંનો એક છે. લગભગ તે 26.3 મીટર ઊંચો અને 49.15 મીટર પહોળો, તે શહેરનો સૌથી મોટો બેરોક ફુવારો છે.