Site icon Revoi.in

મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવા માટીના નમૂના લાવશે જાપાન, શું મંગળ ગ્રહ પર જીવનના રહસ્યો ખુલશે?

Social Share

નવી દિલ્હી: જાપાન હવે વધુ એક મોટું કામ કરવા જઇ રહ્યું છે. જાપાનની અંતરિક્ષ એજન્સી મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરિકા અને ચીની મિશનથી પહેલા માટીના નમૂના લઇને પાછા આવાની યોજના બનાવી રહ્યું છે. જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ અને સંભવિત જીવનના નિશાનને શોધવાની આશા રાખી રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી જાક્સાએ વર્ષ 2024માં મંગળ ગ્રહના ચંદ્ર ફોબોસથી 10 ગ્રામ માટી ભેગી કરવા અને વર્ષ 2029માં પૃથ્વી પર પાછા આવવા માટે એક એક્સપ્લોરર સ્પેસક્રાફ્ટ મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

આ અંગે પરિયોજના નિર્દેશક યાસુહીરો કવાકાત્સુએ જણાવ્યું કે, ઝડપથી પરત ફરવાનું આ અભિયાન મોડુ શરૂ થવા છતાં પણ મંગળ ગ્રહના ક્ષેત્રમાંથી નમૂનાઓ લાવવામાં ચીન અને અમેરિકા કરતાં જાપાનને આગળ રાખશે.

અમેરીકી સ્પેસ એજન્સી NASA ના પરસિવરેન્સ રોવર (Perseverance rover) મંગળના ક્રેટર પર કામ કરી રહી છે. જ્યાં તેણે 31 નૂમનાઓ ભેગા કરવાના છે અને નમૂનાઓને 2031 ની શરૂઆતમાં યૂરોપીય અંતરિક્ષ એજન્સીની મદદથી પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

ચીને મે મહિનામાં મંગળ ગ્રહ પર એક અંતરિક્ષ યાન ઉતાર્યુ હતુ અને તેની 2030 ની આસપાસ નમૂનાઓ લઇને પરત ફરવાની યોજના છે.

ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ એન્ડ એસ્ટ્રોનોટિકલ સાયન્સના પ્રોફેસર ટોમોહિરો ઉસુઇએ કહ્યુ કે ફોબોસ પર હાજર માટી ચંદ્ર અને મંગળ ગ્રહની માટીનું મિક્ષ્ચર છે. મંગળ પર ચાલતા રેતીના તોફાનને કારણે આ માટી ફોબોસ સુધી પહોંચી ગઇ છે.