Site icon Revoi.in

સ્પેસની સફર પર નીકળેલા આ અબજપતિએ શેર કર્યો આ વાયરલ ફોટો, જાણો તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: તમે DSLR કેમેરાથી કેપ્ચર કરેલી અંતરિક્ષથી પૃથ્વીની અનેક તસવીરો નિહાળી હશે પરંતુ શું તમે ક્યારેક એક સ્માર્ટફોનથી પૃથ્વીની કેપ્ચર કરેલી તસવીરો વિશે કલ્પના કરી છે? હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઇસાકમેનએ એક એવો ફોટો શેર કર્યો છે કે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્પેસએક્સ ઇન્સપાઇરેશન 4 સાથે પહેલા નાગરિક મિશન હેઠળ અંતરિક્ષમાં ગયેલા મિશન કમાન્ડર જેરેડ ઇસાકમેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૃથ્વીની એક તસવીર શેર કરી છે જે તેમણે પોતાના આઇફોનથી શૂટ કરી છે.

ઈસાકમેને ફોટો શેર કરી ટ્વીટમાં કહ્યું કે આશ્ચર્યજનકછે કે એક આઈફોન આ પ્રકારના શોટ લઈ શકે છે. ઈસાકમેને આ ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે જેના અંગે તેમણે જણાવ્યું છે કે આ ઉડાણ દરમિયાન તેમણે iPhone પર શૂટ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અને તેમના સાથી ખુબ ભાગ્યશાળી હતા કે તેમણે આ અનુભવ કર્યો અને તેઓ પોતાના આ અનુભવને દુનિયા સાથે શેર કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશે.

આપને જણાવી દઇએ કે સ્પેસએક્સ દ્વારા આ પહેલું નાગરિક મિશન હતું અને ચાલક દળમાં એક ચિકિત્સક સહાયક હેલે અર્સીનોક્સ, એક એરોસ્પેસ ડેટા એન્જિનિયર અને વાયુસેનાના અનુભવી ક્રિસ્ટોફર સેમ્બ્રોસ્કી તથા એક ભૂવૈજ્ઞાનિક ડૉ.સિયાન પ્રોક્ટર સામેલ હતા.

આ ઉપરાંત Arceneaux એ સ્પેસથી પૃથ્વીનું એક 360 ડિગ્રી વ્યૂ પોસ્ટ કરતા તેને બિલકુલ જીવન બદલનારો અનુભવ ગણાવ્યો. સંપૂર્ણ રીતે ઓટોમેટેડ ડ્રેગન કેપ્સ્યુલમાં આ બધા  અંતરિક્ષમાં 585 કિલોમીટરની ઊંચાઈ પર ગયા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 160 કિમી આગળ પડે છે.