- અંતરિક્ષમાં આજે રચાયો ઇતિહાસ
- વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરીને પરત ફર્યા
- બેઝોસની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ અવકાશ યાત્રાએ ગયા હતા
નવી દિલ્હી: અંતરિક્ષમાં આજે ઇતિહાસ રચાયો છે. અમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા છે. બેઝોસની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ અવકાશ યાત્રાએ ગયા હતા. બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનનું ટૂરિઝમ રોકેટ ન્યૂ શેફર્ડએ આજે 6.30 કલાકે અંતરિક્ષ માટે ઉડાન ભરી અને થોડો સમય ત્યાં રહ્યાં બાદ પરત ધરતી પર આવ્યા હતા. આ ક્ષણ એ માટે પણ ઐતિહાસિક છે કે વર્ષ 1969માં આજ દિવસે 20 જુલાઇએ પ્રથમ વ્યક્તિએ ચંદ્ર પર પગ મુક્યો હતો.
જ્યારે ફ્લાઇટ સ્પેસમાં પહોંચી તો એક્સપર્ટ પાયલટ વોકી ફંક વિશ્વના સૌથી મોટી ઉંમરના એસ્ટ્રોનટો બની ગયા છે. તો બેઝોસની સાથોસાથ 18 વર્ષની ઉંમરમાં ઓલિવર ડેમને સૌથી યુવા વયે સ્પેસની યાત્રા કરવાનો લહાવો મળ્યો છે.
Jeff Bezos and three passengers return to Earth after historic flight to edge of space. https://t.co/A0eR1oJLjm pic.twitter.com/mDns7rQbkQ
— ABC News (@ABC) July 20, 2021
અગાઉ હાલમાં જ વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેન્સને પણ પોતાની કંપનીના રોકેટથી સ્પેસની સફર કરી હતી. હવે જેફ બેઝોસ પોતાની કંપનીના રોકેટથી સ્પેસની યાત્રા કરી છે.
નોંધનીય છે કે, New Shepherdને બ્લૂ ઓરિજિનના 13 એન્જિનિયરોની ટીમે મળીને બનાવ્યું છે. આ ટીમમાં મુંબઈની 30 વર્ષીય મહિલા એન્જિનિયર સંજલ ગવાન્ડે પણ છે. મુંબઈ યૂનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કર્યા પછી સંજલ માસ્ટર્સની ડિગ્રી માટે 2011માં અમેરિકા આવી હતી.