Site icon Revoi.in

નાસાના હબલ ટેલિસ્કોપથી સેલેબ્રિટી સ્ટાર જોવા મળ્યો, આ છે આકાશગંગાનો સૌથી વધુ પ્રકાશિત તારો

Social Share

નવી દિલ્હી: અવકાશ સંસ્થા NASAના હબલ ટેલિસ્કોપમાં એક સેલિબ્રિટી સ્ટાર જોવા મળ્યો છે. આકાશગંગામાં આ સ્ટાર સૌથી વધુ ચમકે છે. આ સ્ટારની આસપાસ ગેસ અને ધૂળના વલયો જોવા મળી રહ્યા છે.

આ સ્ટાર વિશે વાત કરીએ તો આ સ્ટારનું નામ AG Carinae છે, જેનુ નિર્માણ કેટલાક મિલિયન વર્ષ પહેલા જ થયું છે, જે આકાશગંગામાં 20,000 પ્રકાશ વર્ષ દૂર જોવા મળે છે. AG Carinae સૂર્ય કરતાં 70 ગણો અધિક વિશાળ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે એક મિલિયન સૂર્યના પ્રકાશ જેટલી ચમક ધરાવે છે.

આ સ્ટાર અત્યારે ‘living on the edge’ પર છે. આ સ્ટારનો નાશ ના થાય તે માટે અત્યારે ગુરુત્વાકર્ષણ અને રેડિએશનના કારણે ટકીને રહ્યો છે. હબલ ટેલિસ્કોપના કારણે AG Carinaeની વિશેષતાની જાણ થઈ છે. ટેડપોલ અને લોપસિડેડ જેવી રચના જોવા મળી છે. આ રચના ધૂળના પિંડની છે, જે આ સ્ટારના પ્રકાશથી જોવા મળે છે.

ટેડપોલના આકારની વિશેષતા છે, જે સૌથી નીચેની બાજુ અને ડાબી બાજુ સ્થિત છે, ધૂળના પિંડમાં નક્ષત્ર વાયુના કારણે વધારો થયો છે. આ ઈમેજ અલ્ટ્રાવાયોલેટ અને વિઝીબલ લાઈટથી કેપ્ચર કરવામાં આવી છે.
અલ્ટ્રાવાયોલેટ લાઈટથી ધૂળના પિંડ સ્પષ્ટ રીતે જોવા મળે છે અને સ્ટાર સંપૂર્ણ રીતે જોવા મળે છે. અલ્ટ્રાવાયોલટ લાઈટથી ઓબ્ઝર્વેશન માટે હબલ પરફેક્ટ છે, કારણ કે આ પ્રકારના તરંગો માત્ર અવકાશમાંથી જોઈ શકાય છે.

મેમોથ સ્ટારનું નિર્માણ 10,000 વર્ષ પહેલા એકથી વધુ વિસ્ફોટથી બન્યો હતો. તે સ્ટારના બહારના લેયર અવકાશમાં છોડી દેવામાં આવ્યા હતા. એક્સપેલ્ડ મટીરિયલની માત્રા સૂર્યના વ્યાપકથી લગભગ 10 ગણી છે.

આ વિસ્ફોટ એક રેર પ્રકારના તારાની એક ટીપિકલ લાઈફ છે, જેને અસ્થિર બ્લ્યૂ પ્રકાશમાન કહેવામાં આવે છે.

અન્ય બ્લ્યૂ વેરિએબલની જેમ AG Carinae પણ અસ્થિર છે. જેમાં ઓછા વિસ્ફોટ જોવા મળ્યા છે, જે વર્તમાન નેબુલા ઉત્પન્ન કરવા માટે શક્તિ ધરાવતો નથી.

(સંકેત)