Site icon Revoi.in

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી, તંત્ર એલર્ટ પર

Social Share

નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે નિકારગુઆ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું છે. નિકારગુઆમાં 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નિકારગુઆમાં અગાઉ 5.7ની તીવ્રતાના ભૂકંપ બાદ હવે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુએસ જીયોલોજીકલ સર્વિસે આ જાણકારી આપી છે. EMSC અનુસાર નિકારગુઆ અને મનાગુઆતીથી 89 કિમી દૂર દક્ષિણ-પશ્વિમમાં ભૂકંપની તીવ્રતા નોંધાઇ છે.

આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર બિંદ જમીનની 35 કિમી અંદર ભૂગર્ભમાં હતું અને ભૂકંપના કારણે લોકોમાં ભય અને ડરનો માહોલ છે. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઇ ગયા હતા. તંત્રમાં પણ દોડધામ મચી છે. જો કે હજુ સુધી ભૂકંપને કારણે સમુદ્રમાં ત્સુનામીની ચેતવણી નથી અપાઇ જે રાહતના સમાચાર છે. અધિકારીઓએ એલર્ટ પર છે અને સમુદ્રમાં ઉઠતી લહેરો પર નજર રાખી રહી છે.

નોંધનીય છે કે, અહીંયા માત્ર 12 મિનિટના અંતરમાં જ બે ભૂકંપો આવ્યા છે. સવારના સમયે ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપની ઉફંડાઇ 58 કિમી દર્શાવવામાં આવી રહી છે. જો કે ભૂકંપના આંચકાથી કોઇ જાનહાનિના સમાચાર નથી.

મહત્વનું છે કે, અગાઉ 22 સપ્ટેમ્બરના રોજ નિકારગુઆની ધરા 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓથી ધણધણી ઉઠી હતી. જો કે તેને લઇને હજુ પણ ત્સુનામીની કોઇ ચેતવણી અપાઇ નથી.