‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ : વિશ્વભરમાં 6000 ભાષાઓ બોલાય છે
નવી દિલ્હીઃ 1999 માં યુનેસ્કોએ મોટી ભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા તેમજ માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસ પાછળનો ઈતિહાસ શું છે? છેવટે, યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે શા માટે જાહેર કર્યો? વિશ્વમાં અને ભારત દેશમાં કેટલી ભાષા બોલાય છે? વેપાર અને દરેક ક્ષેત્રમાં આગળ ગુજરાતી લોકોની માતૃભાષા ગુજરાતી ભાષા સામે કેવા પડકાર છે એ વિશે અહીં આપણે જાણીશું.
દર વર્ષે આ દિવસની અલગ થીમ હોય છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં 6000 ભાષાઓ બોલાય છે. બંધારણ મુજબ ભારતમાં 22 ભાષાઓને માન્યતા છે. જ્યોરે 121 ભાષાઓ છે જે બોલવામાં અને સમજાય છે. તેમાંથી સૌથી વધારે લોકોની માતૃભાષા હિન્દી છે. ભારતમાં રાજ્ય પ્રમાણે તેમની માતૃભાષા અલગ અલગ છે.
ગુજરાતી ભાષા સામેના પડકારો?
આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે.