- PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે કરી હૃદયસ્પર્શી વાત
- ભારત સાથે ઇઝરાયલના સંબંધો અંગે કરી વાત
- ઇઝરાયલમાં પીએમ મોદી ખૂબ જ લોકપ્રિય છે: નફ્તાલી બેનેટ
નવી દિલ્હી: ભારત-ઇઝરાયલની મિત્રતા ગાઢ છે અને ભારત સાથેના ઇઝરાયલના સંબંધોને લઇને ઇઝરાયલે ફરી એક સ્પષ્ટતા કરી છે. ભારત સાથેના સંબંધોની વાત કરતા ઇઝરાયલના પીએમ નફ્તાલી બેનેટે કહ્યું છે કે, જ્યારે ભારત અને ઇઝરાયલ એક સાથે આવે છે ત્યારે કંઇક અલગ જ થાય છે. થોડા દિવસ પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરીને ભારત-ઇઝરાયલના સંબંધોને આગામી સ્તર સુધી કઇ રીતે લઇ જઇ શકાય તે અંગે મથન કર્યું હતું.
ટેક્નોલોજી ક્ષેત્રે રહેલી તકો વિશે વાત કરતા નફ્તાલી બેનેટે કહ્યું કે, ટેક્લોનોજીમાં જીવન બચાવવાની પણ ક્ષમતા છે. જો બંને દેશ મળીને કામ કરે અને દિમાગ લગાવે તો અનેક અવસરો છે. અદ્દભૂત લોકો અદભૂત ચીજો કરી શકે છે. ભારત વિશ્વના સૌથી મોટા દેશો, સૌથી મોટી ઇકોનોમીમાંથી એક છે અને ડિજીટલ ક્ષેત્રમાં પણ અગ્રણી છે. જ્યારે ઇઝરાયલ વિશ્વના ટોપ ઇનોવેટર દેશોમાંથી એક છે.
આપને જણાવી દઇએ કે COP26 જળવાયુ શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી અને ઇઝરાયલના પીએમ નફ્તાલી બેનેટ વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમિયાન બેનેટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી કે તેઓ ઇઝરાયલમાં લોકપ્રિય છે અને તેઓને તેમની પાર્ટી જોઇન કરવાની ઑફર કરી હતી. આ મુલાકાતનો વીડિયો વાયરલ થયો હતો.
મહત્વનું છે કે, ઇઝરાયલના અગાઉના પીએમ બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળ દરમિયાન પણ ભારત અને ઇઝરાયલ વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી. બંને દેશો વચ્ચે સૂમેળભર્યા સંબંધો જોવા મળ્યા હતા. જો કે ભ્રષ્ટાચારના આરોપોને કારણે બેન્જામિનને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું.