- પૃથ્વીને આકાશી આફતથી બચાવવા માટે નાસાનું મિશન
- નાસા હવે મિશન ડાર્ટથી પૃથ્વીને ઉલ્કાથી સુરક્ષિત રાખશે
- NASAના વિશેષ વિમાન સાથે આ ખડકો ટકરાશે
નવી દિલ્હી: અવકાશમાંથી પૃથ્વી તરફ અનેકવાર આકાશી આફત એવી ઉલ્કાઓનો ખતરો તોળાતો રહે છે ત્યારે હવે અવકાશ સંસ્થા NASA આ પ્રકારની ખતરનાક ઉલ્કાઓને રોકવા માટે ડાર્ટ મિશન શરૂ કર્યું છે. નાસા અવકાશયાન દ્વારા તેને રોકવા માટે પરીક્ષણ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર અવકાશમાંથી આવતા ખડક નાસાના વિશેષ વિમાન સાથે ટકરાશે.
જો કોસ્મિક કાટમાળનો કોઇ ભાગ પૃથ્વી સાથે ટકરાય તો ઘણા દેશોનો નાશ થઇ શકે તેવી ભીતિ હોવાથી આ મિશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાસા ખાતે પ્લેનેટરી ડિફેન્સ કોઓર્ડિનેશન ઓફિસના કેલી ફાસ્ટ કહે છે કે, પૃથ્વી તરફથી આવતી ઉલ્કાઓ અથવા ખડકોને રોકવા માટે આવું કરવું પડશે. ડાર્ટ અવકાશયાન કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી અવકાશમાં મોકલાશે.
ડાર્ટ મિશન હેઠળ, ઉલ્કાઓની આવી જોડીને સૌથી પહેલા નિશાન બનાવવામાં આવશે, જે એકબીજાની પરિક્રમા કરી રહી છે. આમાંથી સૌથી મોટો, ડીડીમોસ એસ્ટરોઇડ 780 મીટરમાં ફેલાયેલો છે. તે જ સમયે, બીજા ઉલ્કા ડિડીમોસની પહોળાઈ 160 મીટર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આ ઉલ્કા પૃથ્વી સાથે અથડાશે તો તેની અસર પરમાણુ બોમ્બના પડવા જેવી જ પડશે.
અવકાશમાં અનેક પ્રકારની ઉલ્કાઓ હોય છે પરંતુ પૃથ્વી પર સૌથી મોટો ખતરો નાના લઘુગ્રહોનો છો. નાસાએ આમાંથી 40 ટકા એસ્ટેરોઇડ શોધી કાઢ્યા છે. ડાર્ટ મિશન સાથેના અવકાશયાનમાં એક કેમેરા પણ લગાવવામાં આવ્ય છે. જે તસવીરો લેશે. આ તસવીરોથી અવકાશયાનને ડેમોફોર્સ સાથે ટકરાવા માટે યોગ્ય સ્થિતિ બનાવશે.