- પૃથ્વી પર તોળાતી આકાશી આફત
- એસ્ટેરોઇડ Nereus પૃથ્વીની નજીકથી થશે પસાર
- જો કે ટકરાવની સંભાવના નહીવત્
નવી દિલ્હી: પૃથ્વી તરફ એક આકાશી આફતનું સંકટ તોળાઇ રહ્યું છે. નાસાએ ચેતવણી આપી છે કે ધરતીની નજીક એક વિશાળ એસ્ટેરોઇડ આવી રહ્યો છે. આ એસ્ટેરોઇડનું કદ 330 મીટર છે.
આપને જણાવી દઇએ કે આ એસ્ટેરોઇડના આકારની વાત કરીએ તો તે ફ્રાંસના એફિલ ટાવર કરતાં પણ મોટો છે. નાસા દ્વારા T46660 Nereus ને સંભવિત રૂપે ક્ષુદ્રગ્રહ માનવામાં આવી રહ્યો છે. નાસાના અહેવાલનું માનીએ તો આ એસ્ટેરોઇડ 11 ડિસેમ્બરના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે.
આકારની વાત કરીએ તો સ્પેસ રેફરેંસ અનુસાર તે અન્ય મોટા એસ્ટેરોઇડની તુલનામાં ઘણો નાનો છે. જો આ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાય તો ખતરો છે. પરંતુ રાહતની વાત એ છે કે પૃથ્વીથી ઘણો દૂર થઇને એસ્ટેરોઇડ નીકળી જશે.
નોંધનીય છે કે, આમ તો આ એસ્ટેરોઇડ Nereus પૃથ્વી માટે ખતરો નહીં કરે અને તે પૃથ્વીથી 3.9 મિલિયન કિમીની દૂરીથી તે ઉડાન ભરશે. નાસા અનુસાર એસ્ટેરોઇડ 664 દિવસમાં સૂર્યની પરિક્રમા કરતો હોય છે.