Site icon Revoi.in

કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું, વ્યાપક બન્યો ભૂખમરો

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસને સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને પણ વ્યાપકપણે અસર થવા પામી છે. આ જ સંકટકાળમાં ભૂખમરો પણ વધ્યો છે. હિંસક તકરાર, આત્યંતિક હવામાનની ઘટનાઓ તેમજ કોવિડથી ઉપસ્થિત થયેલી આર્થિક કટોકટીને કારણે વર્ષ 2020માં ઓછામાં ઓછા 15.5 મિલિયન લોકો ભૂખમરા તરફ ધકેલાયા હતા.

વૈશ્વિક નેટવર્કના અધ્યયનમાં જે 55 દેશોમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. ત્યાં પાંચ વર્ષ પહેલા ભૂખમરાનું સ્તર નોંધાયું હતું. આફ્રિકન દેશોમાં સ્થિતિ કથળી છે. હિંસક સંઘર્ષને કારણે, અંદાજે 100 મિલિયન લોકો પાસે ખાવા માટે પૂરતું ભોજન નથી. જેનાથી તે લોકોની આજીવીકા પણ જોખમાઇ છે.

38 દેશો અને પ્રદેશોમાં આશરે 2 કરોડ લોકો પોષક ઉણપથી પીડિત છે અને તેઓ કુપોષણથી થોડા દૂર છે. એક અંદાજ મુજબ વર્ષ 2020માં 9.80 કરોડ લોકો પાસે ખાવા માટે પૂરતો ખોરાક ન હતો. જે તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. અસરગ્રસ્ત દર ત્રણમાંથી 2 લોકો આફ્રિકન ખંડના છે.

વિશ્વના અન્ય ભાગોમાં પણ પરિસ્થિતિઓ વધુ ખરાબ છે. યમન, અફઘાનિસ્તાન, સીરિયા જેવા દેશો ગયા વર્ષે સૌથી ખરાબ ખોરાકની કટોકટીનો સામનો કરી રહ્યા હતા.આ અહેવાલ સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન અને સરકારી અને બિન-સરકારી એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 39 દેશો અને પ્રદેશોમાં ભૂખમરાનો સામનો કરવો પડ્યો છે.

(સંકેત)