Site icon Revoi.in

રશિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 16નાં મોત, 7 ઇજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: રશિયાના તાતારસ્તાનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી. અહીંયા એક વિમાન દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા હતા અને 7 ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાકીના 16 લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. વિમાનમાં પેરાશૂટ ડાઇવર્સ પણ સવાર હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિમાન લેટ L-40 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળા ટૂંકા અંતરનું પરિવહન વિમાન હતું. એક તરફ જ્યારે રશિયન ઉડ્ડયન સલામતીના ધોરણોમાં સુધારો થયો છે, પરંતુ બીજી તરફ દૂરના વિસ્તારોમાં જૂના વિમાનો પર અકસ્માતો ઘટ્યા નથી.

આની પહેલા પણ એક એન્ટોનોવ An-6 નામનું વિમાન ગત મહિને રશિયામાં ક્રેશ થયું હતું. જેમાં છ લોકોના મોત થયા હતા. તે જ સમયે, આ વર્ષે જુલાઇમાં, કામટોકામાં એન્ટોનોવ એન -26 ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ પર સવાર તમામ લોકો માર્યા ગયા હતા.