- અફઘાન સુરક્ષા દળ અને તાલિબાન વચ્ચે જંગ જારી
- એરફોર્સે અલગ અલગ વિસ્તારોમાં કરી એર સ્ટ્રાઇક
- આ એર સ્ટ્રાઇકમાં 254 તાલિબાની આતંકીઓનો ખાત્મો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં અફઘાન સુરક્ષા દળો તેમજ તાલિબાન વચ્ચે જંગ છેડાઇ ચૂકી છે અને આ જંગમાં અફઘાન એરફોર્સે મોટી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, એરફોર્સે અલગ અલગ વિસ્તારોમાં કરેલી એર સ્ટ્રાઇકમાં 254 તાલિબાની આતંકીઓ મોતને ભેટ્યા છે અને 97 આતંકીઓ ઘાયલ હોવાનું જણાવાઇ રહ્યું છે. અફઘાન એરફોર્સે કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના 13 સ્થળોએ એર સ્ટ્રાઇક કરી હતી.
#Taliban terrorists hideouts were targeted by #AAF in Zherai district of #Kandahar province yesterday. Tens of #terrorists were killed and wounded as result of the #airstrike. pic.twitter.com/mM1uVyeXMu
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021
એવું માનવામાં આવી રહ્યું છે કે, તાલિબાની આતંકીઓ પરની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે. આવા એક હવાઇ હુમલામાં મોટા પાયે વિસ્ફોટકો લઇ જતા એક વાહનને પણ ઉડાવી દેવામાં આવ્યું છે. કંદહારના એક વિસ્તારમાં તાલિબાનીઓના બંકરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જેમાં 10 આતંકીઓના મોત થયા છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાનોએ દેશ પર કબ્જો જમાવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે હવે તેમને રોકવા માટે અફઘાનિસ્તાને એર પાવરનો ઉપયોગ શરૂ કર્યો છે. આ વર્ષના પહેલા છ મહિનામાં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં ગયા વર્ષના મુકાબલે 47 ટકાનો વધારો થયો છે.