Site icon Revoi.in

હવે ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ, ફ્લાઇંગ કારની 2 શહેરો વચ્ચેની ટેસ્ટ ફ્લાઇટ સફળ

Social Share

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં દિન પ્રતિદીન ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને લોકોની આર્થિક ખરીદશક્તિ વધતા વધુને વધુ લોકો વાહન ખરીદી રહ્યા છે જેને કારણે પણ ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે ત્યારે હવે ટ્રાફિકથી છૂટકો મેળવવા માટે ફ્લાઇંગ કારનો વિચાર વર્ષોથી ચાલી રહ્યો છે. જો કે તેને સાકાર કરવા સામે અનેક ટેકનિકલ પડકારો પણ છે.

જો કે તેમ છતાં કેટલીક કંપનીઓ તે દિશામાં કામ કરી રહી છે અને હવે તેમાં સફળતા પણ મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લાઇંગ કારની પહેલી ટેસ્ટ ફ્લાઇટ બે શહેરો વચ્ચે સફળતાપૂર્વક યોજાઇ છે. આ કારે સ્લોવાકિયામાં નાઇટ્રા અને બ્રાતિસ્લાવ નામના બે શહેરો વચ્ચે ઉડાન ભરી હતી. કારે બે શહેરો વચ્ચેનું અંતર 35 મિનિટમાં કાપ્યું હતું.

આ પરીક્ષણ કરનારી કંપનીનું નામ એરકાર છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, લેન્ડિંગ બાદ માત્ર એક બટન દબાવવાની સાથે જ આ કાર પ્લેનમાંથી સ્પોર્ટ્સકારમાંથી પરિવર્તિત થઇ ગઇ હતી.

કારની વિશેષતા

કાર BMWના 160 હોર્સપાવર એન્જિનથી સજ્જ છે. તેમાં ઉડાન ભરવા માટે એક ફિક્સ્ડ પ્રોપેલર તેમજ બેલેસ્ટિક પેરેશૂટ પણ છે. કાર 8200 ફૂટની ઉંચાઇ પર 1000 કિમી સુધી ઉડવા માટે સક્ષમ છે. તે 170 કિમીની ઝડપે ઉડી શકે છે અને અત્યારસુધીમાં તેણે 40 કલાક ઉડ્ડયન કર્યું છે. કારને વિમાનમાં રૂપાંતરિત થતા માત્ર 2 મિનિટ જેટલો સમય લાગે છે.

ફ્લાઈંગ કાર ચર્ચામાં છે. કારણકે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ફ્લાઈંગ કાર ધનાઢ્ય વર્ગ માટે આદર્શ વિકલ્પ પૂરવાર થઈ શકે છે.