Site icon Revoi.in

અફઘાનિસ્તાનના આર્મી ચીફ આવશે ભારતની મુલાકાતે, આ બાબતે થઇ શકે છે ચર્ચા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં કબ્જો જમાવી રહ્યા છે.

આ સંકટના સમયમાં અફઘાનિસ્તાનને ભારત પાસેથી ઘણી આશા છે. અફઘાનિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ વલી મહોમ્મદ અહમજઇ આગામી સપ્તાહે ભારત આવી રહ્યા છે અન તેઓ આર્મી ચીફ જનરલ નરવણે તેમજ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. સ્વાભાવિકપણે જ આ બેઠકનો હેતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનને આતંકને ઓછો કરવા માટે હશે.

પાકિસ્તાન પણ તાલિબાનને મદદ કરી રહ્યું છે અને બીજી તરફ અફઘાનિસ્તાન તાલિબાન પર નિયંત્રણ માટે સતત પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ વચ્ચે ભારત તરફથી અફઘાનિસ્તાનને કઇ રીતે સમર્થન અને સહયોગ આપવામાં આવે તે જોવું મહત્વનું બની રહેશે. બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવા માટે પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

ભારતે અફઘાનિસ્તાનની સેનાને ટ્રેન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. હાલમાં પૂણેની નેશનલ ડિફેન્સ એકેડમીમાં પણ 300 અફઘાની કેડેટ્સ ટ્રેનિંગ લઇ રહ્યા છે. અફઘાનિસ્તાનના આર્મી ચીફ તેમની સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે.

ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલર કરતા વધારે રોકાણ કર્યુ છે. ભાતરે સાત હેલિકોપ્ટર પણ અફઘાન સેનાને આપેલા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહરકાર અજીત ડોભાલને પાકિસ્તાન સાથે કામ પાર પાડવાનો અનુભવ છે ત્યારે તેઓ અફઘાન આર્મી ચીફને પણ કેટલાક સૂચનો કરી શકે છે.