1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વનું ફેફસું એવા એમેઝોનના જંગલો વર્ષ 2064 સુધીમાં થઇ શકે છે નામશેષ
વિશ્વનું ફેફસું એવા એમેઝોનના જંગલો વર્ષ 2064 સુધીમાં થઇ શકે છે નામશેષ

વિશ્વનું ફેફસું એવા એમેઝોનના જંગલો વર્ષ 2064 સુધીમાં થઇ શકે છે નામશેષ

0
Social Share
  • વિશ્વનો 20 ટકા ઓક્સિજન એમેઝોનના જંગલ પ્રદાન કરે છે
  • આ જ કારણોસર તેને વિશ્વના ફેફસાંનું બિરુદ મળ્યું છે
  • જો કે વર્ષ 2064 સુધીમાં એમેઝોનના જંગલો નામશેષ થઇ જશે

નવી દિલ્હી: વિશ્વના સૌથી વિશાળ અને ધરતી માટે ફેફસાંનું કામ કરનાર એમેઝોનના જંગલો આગામી 43 વર્ષમાં સાફ થઇ જશે. એમેઝોન વિશ્વનું સૌથી મોટું રેન ફોરેસ્ટ છે અને વિશ્વનો 20 ટકા ઓક્સિજન આ જંગલ સપ્લાય કરે છે તેમ મનાય છે અને તેથી જ તેને ધરતીના ફેફસાંનું બિરુદ મળ્યું છે.

આ જંગલના ભૌગોલિક ચિત્ર પર નજર કરીએ તો તે 2.1 મિલિયન સ્કેવર માઇલમાં આ જંગલ દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ સુધી ફેલાયેલું છે. આ જંગલ માટે કહેવામાં આવે છે કે જો તે કોઇ દેશ હોત તો તે વિશ્વનો સૌથી મોટા દેશના લિસ્ટમાં નવમાં ક્રમે હોત. જો કે જંગલ માટે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક સમય એવો આવશે જ્યારે આ જંગલ નહીં હોય અને માત્ર મેદાન જ દેખાશે. અહીંની હરિયાણીનો નાશ થઇ જશે.

યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના સંશોધક રોબર્ટ વોકરે અનુમાન કર્યું છે કે, વર્ષ 2064 સુધીમાં એમેઝોનના જંગલો ખતમ થઇ જશે. જંગલમાં વારંવાર લાગતી આગ, દુકાળ, બેફામ રીતે કપાતા વૃક્ષો આ માટે જવાબદાર રહેશે.
એમેઝોનની સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે.2020માં બ્રાઝિલના એમેઝોન જંગલોમાંથી એક દાયકામાં સૌથી વધારે વૃક્ષો કાપવામાં આવ્યા હતા.2020માં બ્રાઝિલમાં તેના કારણે 1200 સ્કેવર કિલોમીટર જેટલુ જંગલ ખતમ થઈ ગયુ હતુ.એક અંદાજ પ્રમાણે એમેઝોનના 11 ટકા હિસ્સામાં વૃક્ષો કપાયા છે અને બીજો 17 ટકા વિસ્તાર આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, આ જ રીતે વૃક્ષો કપાતા રહ્યા તો જંગલની ઈકોલોજી પણ બદલાઈ શકે છે.

બીજી તરફ કલાઈમેટ ચેન્જ પણ મોટો ભાગ ભજવી રહ્યુ છે. પશ્ચિમ એમેઝોનના કેટલાક હિસ્સામાં 1982 બાદ દર વર્ષે સાત ઈંચ જેટલો વધારે વરસાદ પડી રહ્યો છે.બીજી તરફ જ્યાં વૃક્ષો વધારે કપાઈ રહ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code