Site icon Revoi.in

અમેરિકા હવે ભારતથી આયાત થતી 40 વસ્તુઓ પર ટેક્સ નાંખશે

Social Share

નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડન પણ હવે અગાઉના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાહે ચાલી રહ્યા છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓના નિકાસ થાય છે તે પૈકીની 40 વસ્તુઓ પર અમેરિકા 25 ટકા સુધીનો ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ પર ડિજીટલ સર્વિસ ટેક્સ લાગૂ કર્યા બાદ બદલાની કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાએ આ પગલું ભર્યું છે. જેને પગલે હવે અમેરિકાએ પણ ભારતની કેટલીક પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવવાનું નક્કી કર્યું છે. જેમાં જિંગા, માછલી, બાસમતી ચોખા અને સોના ચાંદીની વસ્તુઓ સામેલ છે.

સરકાર અનુસાર ભારત દ્વારા ડિજીટલ ટેક્સના રૂપમાં જેટલી ડ્યુટી લગાવાઇ છે તેટલી જ ડ્યુટી અમેરિકા પણ લગાવશે. આ રકમ વર્ષે લગભગ 5.5 કરોડ ડોલર હશે. ભારતની સાથોસાથ અમેરિકાએ બ્રિટન, ઇટલી, તુર્કી, સ્પેનના સામાન પર પણ આ જ રીતે ટેરિફ લાગૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નોંધનીય છે કે, અમેરિકાની સરકારે સૂર વ્યક્ત કર્યો હતો કે, લગભગ 119 કંપનીઓ ડિજીટલ ટેક્સ હેઠળ આવે છે અને આ પૈકીની 86 કંપનીઓ અમેરિકાની છે. અમેરિકાના મતે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય ટેક્સ પર સહમતિ બનવી જોઇએ પણ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અમારા વિકલ્પો ખુલ્લા છે.

(સંકેત)