Site icon Revoi.in

કોરોના પ્રાકૃતિક છે કે કૃત્રિમ? જાણો શું કહ્યું અમેરિકી નિષ્ણાંત ડૉ. ફાઉચીએ

Social Share

નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના વાયરસની ઉત્પતિને લઇને અનેક પ્રકારની અટકળો હજુ પણ ચાલી રહી છે. તે ઉપરાંત કોરોના મહામારી પ્રાકૃતિક છે કે તે લેબમાં તૈયાર કરાયેલો વાયરસ છે તે સવાલ હજુ પણ એક વણઉકલ્યો કોયડો જ છે. આ વચ્ચે આ સવાલ અમેરિકાના સ્વાસ્થ્ય નિષ્ણાંત ડૉ. એન્થની ફાઉચીને પૂછતા તેઓએ કહ્યું હતું કે, કોરોના એક પ્રાકૃતિક બીમારી છે તે સ્વીકારવું સરળ નથી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફાઉચીને પૂછવામાં આવ્યું હતું કે, શું તમને વિશ્વાસ છે કે કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે જ આવ્યો છે? તેના જવાબમાં ફાઉચીએ કહ્યું હતું કે, ના, હું એના પર વિશ્વાસ નહીં કરું. મને લાગે છે કે ચીનમાં એવું તે શું બન્યું કે કોરોના વાયરસ આવ્યો તે અંગેની તપાસ થવાની હજુ બાકી છે.

ફાઉચી અનુસાર અત્યારસુધી જેટલા લોકોએ તપાસ કરી છે તેઓના મતે આ વાયરસ કોઇ જાનવરમાંથી અથવા તો માનવીમાંથી ફેલાયો છે. પરંતુ કોઇ ત્રીજી શક્યતા પણ હોઇ શકે છે. હાલમાં આ અંગે તપાસની આવશ્યકતા છે જેથી વાયરસના ઉત્પતિ સ્થાનને લઇને જાણી શકાય.